Trending News
સ્થાનિક સમાચાર

આદીપુરના યુવાનના આપઘાત કેસમાં લોન એજન્ટની ધરપકડ

09 March



મેઘપર બોરીચીથી ગઈકાલે રાત્રે ઉપાડી કાર્યવાહી કરાઈ : આરોપી હતભાગીને લોન કરાવી આપી કમીશનના બદલે અડધા રૂપિયા મેળવી લેતો હોવાનો હતો આક્ષેપ

મારા આપઘાતના પગલા પાછળની તમામ તકલીફો મેં સ્યુસાઈડ નોંટમાં લખી છે : હતભાગી દિપેશના મોબાઈલમાંથી પોલીસને મળ્યો એક વીડિયો : તપાસનીશે કહ્યું મોબાઈલ ફોરેન્સીક તપાસણીઅર્થે મોકલી આપ્યો છે


ગાંધીધામ - કચ્છઉદય : ૫ૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા શહેર ભાજપના મંત્રીના આત્મહત્યા કેસમાં પોલીસે તપાસ ગતિવાન બનાવી ફરીયાદમાં સામેલ ૧૮ શખ્સો પૈકીના એકની ધરપકડ કરી લેવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ દિપેશ ભટ્ટના આપઘાત કેસમાં એજન્સીના ચાર મળી વ્યાજખોરો તેમજ રાજકીય વ્યક્તિઓ સહિત ૧૮ લોકો સામે આદીપુર પોલીસમાં મરવા માટે મજબુર કરવાની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ આદીપુર પોલીસ દ્વારા તપાસ દરમ્યાન ગઈકાલે રાત્રે મેઘપર બોરીચીમાંથી એક શખ્સને ઉપાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેની પુછપરછ બાદ અટકાયત કરવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ આદીપુરના પ્રકાશભાઈ મોદી કે જે લોન અપાવવાનું કામ કરે છે, તેણે હતભાગીને લોન કરાવી આપી હતી, પણ તેમાંથી કમીશન નહીં લોન પેટેની અડધી રકમ મેળવી લેતા અને પુરી રકમ ન મળવા છતાં પુરે પુરી લોનના હપતા ભરવા પડતા હતા. તે બાબતે ગતરોજ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આદીપુર પોલીસે ૧૮ લોકો સામે ફરીયાદ નોધી હતી. હતભાગી યુવાને વ્યાજખોરીના ત્રાસના કારણે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવ પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. તેમજ ફોનમાં વીડીયો બનાવીને ત્રાસ અંગે તમામ હકીકત જણાવી હતી. આદીપુર પીઆઈ એમ.સી.વાળા સાથે વાત કરતા તેમણે આ બનાવમાં આરોપીને  પકડવામાં આવ્યો હોવાની બાબતને સમર્થન આપ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM