Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ એશિયાના યુદ્ધની જ્વાળાઓની ગાંધીધામમાં અસર :  અમિત ગેંગ માટે ‘આસમાન સે ગિરા, ખજૂર મેં અટકા’ જેવો તાલ

09 March


MHO ની આડમાં પ્યોર ડીઝલની દાણચોરી કરનાર અમિત ભ્રષ્ટ પીઆઇ ટોળકી માટે પડ્યા પર પાટુ : હજુ તો ૪ માસ સુધી કંડલા - મુન્દ્રા - પીપાવાવમાં અટવાયેલા જહાજમાં કરોડોના નુકસાની વેઠયાની પીડામાંથી બહાર આવ્યા ત્યાં યુદ્ધની સ્થિતિ સર્જાતા ફરી ડીઝલ દાણચોર ગેંગની બકરી ડબ્બામાં અને પૂંછડી બહારની થઈ સ્થિતિ

 ગાંધીધામ : મધ્ય પૂર્વમાં છેલ્લા છ દિવસથી ઇઝરાયેલ, અમેરિકાના સમર્થન સાથે ઈરાન પર જે રીતે તૂટી પડ્યું છે તેનાથી આખા વિશ્વમાં આરપારની સ્થિતિ સર્જાઈ છે. યુદ્ધની આ ભીષણ લપેટમાં હોર્મોઝની સમુદ્રધૂની માં કેમિકલ, ઓઇલ અને ઇંધણ ભરેલા અનેક કન્ટેનરો ફસાઈ જતા આંતરરાષ્ટ્રીય સ્તરે પરિવહન ખોરવાયું છે. જોકે, આ વૈશ્વિક કટોકટીની સૌથી માઠી અને સીધી અસર ગાંધીધામના કુખ્યાત અમિત અને તેની ભ્રષ્ટ પીઆઈ ટોળકી પર પડતી દેખાઈ રહી છે. જાણકારોનું માનીએ તો, આ ટોળકી માટે અત્યારે ‘આસમાનથી પડ્યા અને ખજૂરમાં અટક્યા’ જેવી કફોડી હાલત થઈ ગઈ છે.થોડા સમય પહેલા જ કંડલા, પીપાવાવ અને મુન્દ્રા પોર્ટ પર જહાજો અને કન્ટેનરોમાં મોટાપાયે ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલની ચોરીનું નેટવર્ક 
પકડાયું હતું. આ મામલે કન્ટેનરો સીઝ કરવામાં આવ્યા હતા, જે મહિનાઓ સુધી છૂટ્યા નહોતા. નામદાર અદાલતમાંથી માંડ ઓર્ડર મેળવીને આ કન્ટેનરો છોડાવીને અમિત ગેંગ હજુ તો પોતાનો કાળો કારોબાર ફરીથી સેટ કરવાની ગોઠવણી કરી રહી હતી, ત્યાં જ ઈરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. જે એમએચઓ અને કેમિકલ ઓઇલ ઈરાનથી સ્વિચ કરીને લાવવામાં આવી રહ્યું હતું, તેના સપ્લાય પર યુદ્ધના કારણે અચાનક બ્રેક વાગી ગઈ છે. પકડાયેલો માલ હજુ માંડ છોડાવ્યો હતો અને નવી વ્યવસ્થા ગોઠવાય તે 
પહેલા જ સપ્લાય લાઈન કપાઈ જતા આ ગેંગની તમામ ગણતરીઓ ઊંધી વળી ગઈ છે.એકતરફ જૂના કેસના કાયદાકીય ગૂંચવાડા અને બીજી તરફ ઈરાનથી આવતા માલ પર યુદ્ધના કારણે લાગેલી રોકને લીધે અમિત અને ભ્રષ્ટ અધિકારીઓની આ ટોળકી ચોતરફથી મુસીબતમાં ફસાઈ છે. કચ્છના વિવિધ ક્ષેત્રોમાં ડીઝલ ચોરી અને કેમિકલના નામે ચાલતી ધૂમ કમાણી પર અત્યારે કુદરતી રીતે જ રોક લાગી ગઈ હોય તેવું જણાય છે. આમ, વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની સ્થિતિએ સ્થાનિક સ્તરે ચાલતા ગેરકાયદેસર નેટવર્કની કમર તોડી નાખી છે અને આ ગેંગ અત્યારે નવી મુસીબતોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM