રોટેશનની જાહેરાત, સ્થાનિક જંગની આહટ : કચ્છના રાજકિય બેડામાં આતંરીક ગરમાવો
જિલ્લા પંચાયતના સીંમાકન અને રોટેશનમાં આવેલા ફેરફારોથી રાજકિય સમીકરણોમાં ઉલટભેરના એંધાણ : રાજકિય ગણિતોમાં આવશે બદલાવ : મીની સંસદમાં જ ૪૦ના બદલે ૩૮
બેઠકો થઈ
પૂર્વ્ કચ્છના ઔદ્યોગીક પાટનગર એવા ગાંધીધામ નગરપાલિકાનું ‘મહાપાલિકા’માં રૂપાંતર થતાં પંચાયતની ૨ બેઠકો થઈ છે રદ
ગાંધીધામ : કચ્છ જિલ્લા પંચાયતના સીમાંકન અને રોટેશનમાં આવેલા ફેરફારો રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર લાવી શકે તેમ છે. કચ્છ જિલ્લા પંચાયતખ્તક નવા રોટેશનથી રાજકીય ગણિતો બદલાયા, ૪૦ ને બદલે હવે ૩૮ બેઠકો પર જંગ જામશે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા નવા સીમાંકન મુજબ, ગાંધીધામ હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું હોવાથી તેની નીચે આવતી કિડાણા અને ગળપાદર બેઠકો રદ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે જિલ્લા પંચાયતનું સંખ્યાબળ ૪૦થી ઘટીને ૩૮ થઈ ગયું છે, જેની સીધી અસર સત્તાધારી પક્ષ અને વિપક્ષની રણનીતિ પર પડશે તે વાત નકારી શકાય નહી.
................
વિસ્તાર મુજબ બેઠકોનું વિશ્લેષણ
ગાંધીધામ : જિલ્લા પંચાયતના નવા રોટેશનની જાહેરાત થાવની સાથે જ જિલ્લાભરમાં રાજકીય પંડીતો, નિષ્ણાંતોમા અલગ અલગ પ્રકારની ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે નવા જાહેર થયેલા રોટેશન મુજબ કયા ગામની બેઠક કઈ શ્રેણીમાં આવશે તેની પણ એક અલાયદી ચર્ચાએ ગરમાવો સર્જયો છે. બેઠકની શ્રેણી જાહેર થયેલા વિસ્તારો/બેઠકો બિન અનામત સામાન્ય ભીરડિયાળા, બિદડા, નાની ચીરઈ, નિરોણા, મોટી રવ, સમાયોષા, સુખપર (ભુજ), વિથોણ, આપોઈ, ભીમાસર (ભુટકીયા). જયારે સામાન્ય સ્ત્રી (GEN-F) મોટી ભુજપુર, નાના કપાયા, નારાણપર, નેત્રા, પલાસવા, પાનધ્રો, તલવાણા, વરસામેડી, વાયોર, ચોબારી. તો વળી OBX (EBX) સ્ત્રી દયાપર, દિનારા, ફતેગઢ, ગઢસીસા, ખેડોઈ.જયારે OBC (SEBC) પુરુષ ગાગોદર, કેરા, મોથાળા. તો SC (અનુસૂચિત જાતિ) ભદ્રેશ્વર, રતનાલ, સુમરાસર (શેખ)., SC સ્ત્રી (SC-F) કોડાઈ, કોટડા (S)., ST (અનુસૂચિત આદિજાતિ) ભીમાસર (ચકાસર)નો સમાવેશ થવા પામી રહ્યો છે.
...........
બેઠકોનું નવું માળખુંઃ કોણ વધ્યું, કોણ ઘટ્યું?
નવા રોટેશનમાં જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય મળ્યું હોવાનો વર્તારો
ગાંધીધામ :OBC (SEBC)નું વધ્યું વર્ચસ્વઃ આ વર્ગમાં પુરુષ અને સ્ત્રી બંને શ્રેણીમાં ૩-૩ બેઠકોનો વધારો થતા હવે કુલ ૧૦ બેઠકો (૫ પુરુષ, ૫ સ્ત્રી) ફાળવવામાં આવી છે.આ ફેરફાર
પછાત વર્ગના મતોને અંકે કરવા માટે નિર્ણાયક બની શકે છે તે રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. - સામાન્ય બેઠકોમાં કાપઃ બિન અનામત સામાન્ય બેઠકો ૧૫ થી ઘટીને ૧૧ અને સામાન્ય સ્ત્રી બેઠકો ૧૬ થી ઘટીને ૧૧ થઈ છે. એટલે કે કુલ ૯ સામાન્ય બેઠકોનો ઘટાડો થયો છે, જે સ્થાપિત રાજકીય ચહેરાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. જી્ બેઠકનો ઉમેરો : અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠકનો વધારો થયો છે.
.....................
રાજકીય દ્રષ્ટિકોણ : દિગ્ગજોની બેઠકો પર જોખમ?
• સીટ કાપની અસરઃ ૪૦ માંથી ૩૮ બેઠકો થવાથી અને સામાન્ય બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થવાથી અનેક જૂના જોગીઓએ પોતાની બેઠક ગુમાવવી પડે અથવા અન્ય સલામત બેઠક શોધવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.
•ર્ ંમ્ઝ્ર ફેક્ટરઃ ૧૦ બેઠકો ર્(ંમ્ઝ્ર) નિર્ણાયક બનશે. જે પક્ષ આ વર્ગના ઉમેદવારોની પસંદગીમાં ચોકસાઈ રાખશે, તેની સત્તાની રાહ આસાન બનશે.
• મહિલા અનામતઃ સામાન્ય સ્ત્રી અને અનામત સ્ત્રી બેઠકોનું નવું લિસ્ટ જોતા, રાજકીય પક્ષોએ મહિલા નેતૃત્વને આગળ લાવવા માટે નવા ચહેરાઓની શોધ કરવી પડશે.

Comments