Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં ‘રેસીકેમ ઈન્ડસ્ટ્રીઝ’માંથી ઝડપાયેલ  યુરિયાનું મોટું કૌભાંડ તો હિમસીલાની ટોેંચ સમાન

09 March

ખેડૂતોના હક્ક પર ઉદ્યોગપતિનો ડાકલો




લેબોરેટરી રિપોર્ટમાં ફૂટ્યો ભાંડોઃ નીમ કોટેડ યુરિયા ઉદ્યોગમાં વપરાતું હોવાનું સાબિત, માલિક ભાવેશ મહેતા સામે ગુનો દાખલ, શું સરકાર ‘પાશા’હેઠળ કરશે કાર્યવાહી?



ભચાઉ : કચ્છના ભચાઉ તાલુકાના વોંધ સ્થિત ‘રેસીકેમ ઈન્ડસ્ટ્રીઝ’માં ખેડૂતો માટેના સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક 
ઉપયોગ કરવાનું મસમોટું કૌભાંડ થોડા સમય પહેલા ઝડપાયું હતુ.   ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત દરોડા બાદ લેબોરેટરી રિપોર્ટમાં આ જથ્થો સરકારી સબસીડીવાળું ખાતર હોવાનું સાબિત થતા વધારે ખળભળાટ મચી જવા પામી છે. યુરીયા ખાતર ખેડુતોને લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહેવા પછી પણ મળતુ નથી, તો કાળા બજારીયાઓને કયાંથી આટઆટલુ યુરીયા ખાતર મળી જાય છે? આ લેબ રીપોર્ટનો માત્ર ખુલાસો નથી પરંતુ કચ્છમાં યુરીયા ખાતરની કાળા બજારી ધુમ થઈ રહી હોવાની ચાડીનો પણ ખુલાસો થઈ રહ્યો છે. સમગ્ર ઘટના પર પ્રકાશ પાડીએ તો પહેલા સમજીએ કે, શું હતો સમગ્ર મામલો?ગત ૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ ડ્ઢય્ય્ૈં દ્વારા રેસીકેમ ઈન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરાઈ હતી. ત્યાંથી શંકાસ્પદ યુરિયાનો મોટો જથ્થો મળી આવતા ભુજ ખેતીવાડી વિભાગની મદદ લેવાઈ હતી. તા. ૧૨/૧૨/૨૦૨૫ના રોજ ખેતીવાડી અધિકારી ભાવિકભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સર્વે નંબર-૨૪૯ પર દરોડો 
પાડી ૧,૪૨,૦૦૦ ની કિંમતની ૫૩૫ થેલીઓ (૪૫ કિલોની એક) સીઝ કરવામાં આવી હતી. જૂનાગઢની રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળાના રિપોર્ટમાં 
પુષ્ટિ થઈ છે કે આ જથ્થો માત્ર ખેતી માટે વપરાતું ‘નીમ કોટેડ યુરિયા’ છે. જયારે હવે આ ખુલાસો થયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ પકડાયેલ જથ્થો તો માત્ર હિમશીલાની ટોચ સમાન જ છે. કચ્છમાં યુરીયા ખાતરની કાળા બજારીનો બેરોકટોક મોટા પ્રમાણમાં કાળો કારોબાર ચાલી જ રહ્યો છે. પ્લાયવુડની અમુક ફેકટરીવાળાઓ સરકારી સબસીડીવાળો સસ્તુ યુરીયા ખાતર ગ્લુ બનાવવા માટે બેફામ રીતે વાપરી રહ્યા છે. હકીકતમાં જયારે આ કિસ્સો સામે અવી ગયો છે ત્યારે હવે આ કંપનીના માલિકની સામે હકીકતમાં પાસા તળે જ ધરપકડ કરી લાલઆંખ તંત્રએ કરવી જોઈએ તે જ સમયતો તકાજો બની રહ્યો છે. ભચાઉ ખેતીવાડી અધિકારી દ્વારા ભાવેશ મહેતા સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ, જાણકારોનું કહેવું છે કે જો સરકાર અને પોલીસ આ મામલે ગંભીર બનીને લાલ આંખ નહીં કરે અને ‘પાશા’ જેવા કડક કાયદાનો ઉપયોગ નહીં કરે, તો આ કાળાબજારીઓ ખેડૂતોનું લોહી ચૂસવાનું ચાલુ જ રાખશે.



..............................

પ્લાયવુડ ઉદ્યોગમાં યુરિયાની તસ્કરી કેમ?

ગાંધીધામ : પ્લાયવુડ બનાવવા માટે લાકડાના પડને જોડવા ‘યુરિયા ફોર્માલ્ડિહાઈડ રેઝિન’ (ગુંદર) બનાવવો પડે છે, જેમાં યુરિયા મુખ્ય કાચો માલ છે. ઔદ્યોગિક યુરિયા ઘણું મોંઘું હોય છે, જ્યારે સરકાર ખેડૂતોને ભારે સબસીડી આપી સસ્તા દરે ખાતર આપે છે. પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા અને વધુ નફો કમાવવા માટે ભાવેશ મહેતા જેવા તત્વો ગેરકાયદેસર રીતે ખેતીનું યુરિયા ઉદ્યોગમાં વાપરે છે.

.................

તંત્ર અને સરકાર સામે વેધક સવાલોનો મારો

•તસ્કરીનું મૂળ ક્યાં?ઃ ખેડૂતોના હિત માટે અપાતું સબસીડીયુક્ત યુરિયા આટલી મોટી માત્રામાં ઈન્ડસ્ટ્રીઝ સુધી પહોંચે છે ક્યાંથી? આ કાળાબજારીનું નેટવર્ક કેટલું ઊંડું છે? 
•માત્ર ફરિયાદ જ કેમ?ઃ ભાવેશ મહેતા જેવા શખ્સો જે વારંવાર પોલીસ ચોપડે ચડી રહ્યા છે, તેમની સામે સરકાર ‘પાશા’ હેઠળ કડક કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ કેમ નથી ધકેલતી? •તંત્રની મીઠી નજર?ઃ શું સ્થાનિક તંત્ર કે વિતરણ વ્યવસ્થામાં બેઠેલા જવાબદારોની મિલીભગત વગર આટલો મોટો જથ્થો ડાયવર્ટ થવો શક્ય છે? •ખેડૂતો સાથે અન્યાય ક્યાં સુધી?ઃ એક તરફ ખેડૂત ખાતર માટે લાઈનમાં ઊભો રહે છે અને બીજી તરફ ઉદ્યોગપતિઓ સસ્તું ખાતર વાપરી તિજોરી ભરે છે, શું આ ખેડૂતોના હક્ક પર તરાપ નથી?

 

Comments

COMMENT / REPLY FROM