Trending News
સ્થાનિક સમાચાર

હજુ તો ગરમીની શરૂઆત થઈ ત્યાં અંજારમાં એસીના આઉટડોર ઉપડી ગયા

08 March



પોસ્ટ ઓફીસના એટીએમની બહાર લગાવાયેલા બે આઉટડોરની ચોરી 

અંજાર - કચ્છઉદય : ઉનાળાની સીઝનમાં અવારનવાર ફ્રીઝ, પંખા, એસીની ચોરીની ઘટના સામે આવે છે, પરંતુ અંજારમાં તસ્કરો એસીના આઉટડોર યુનિટ ચોરી ગયા છે. નવાઈની બાબત એ છે કે, પોસ્ટ ઓફીસના એટીએમની બહાર લગાવેલા આઉટડોરની ચોરી થઈ હતી. તસ્કરો અલગ અલગ દિવસોએ બે યુનિટ ઉઠાવી ગયા હતા. 
આ બાબતે ફરીયાદી ઈન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર હર્ષદ મોરારજીભાઈ ચાવડાએ નોધાવેલી ફરિયાદ પ્રમાણે ગત ૬ ફેબ્રુઆરીના તેમના ઓફીસના કેમેરાનું મેઈન્ટેનન્સ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફીસમાં જમણી બાજુ લાગેલું આઉટડોર ગાયબ છે. તપાસ કરતા જોવા મળ્યું ન હતું. દરમ્યાન એક માર્ચના એટીએમની ડાબી બાજુ આવેલ આઉટડોર જોવા મળ્યું ન હતું. કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. જેથી ઈમેઈલ દ્વારા વડી કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ ૧પ હજારના બે આઉટડોર કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હોવાની ફરીયાદ નોંધાવાઈ છે.

Comments

COMMENT / REPLY FROM