મુંદ્રામાં કાયદો હાથમાં લેતું હિંસક ટોળુંઃ લોકશાહીમાં ‘ભીડતંત્ર’નો ઉન્માદ ચિંતાજનક
અમારો શું છે વાંક? પોલીસતંત્ર પુછે છે ટોળાને સીધો જ સવાલ?
રક્ષક પર પથ્થરમારો એ ન્યાય મેળવવાનો માર્ગ નથી : ૩૦૦ના ટોળા દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો અને આગજનીની ઘટના લોકશાહી માટે લાલબત્તી; શું અફવાઓ અને આવેશમાં આવી હિંસા કરવી એ ઉકેલ છે?
મુંદ્રાઃકોઈપણ સભ્ય સમાજમાં હિંસા ક્યારેય ન્યાય મેળવવાનું સાધન હોઈ શકતી નથી. મુંદ્રાની લેબર કોલોનીમાં ૩૦૦ જેટલા લોકોના ટોળા દ્વારા પોલીસ પર કરવામાં આવેલો પથ્થરમારો અને વાહનોની આગજની માત્ર એક આકસ્મિક ઘટના નથી, પરંતુ કાયદાના શાસન સામે ઉભો થયેલો ગંભીર પડકાર છે. જ્યારે રક્ષક જ ભક્ષક બનેલા ટોળાનો શિકાર બને, ત્યારે સમજવું જોઈએ કે સમાજમાં અરાજકતાના બીજ રોપાઈ રહ્યા છે.પોલીસ તંત્ર કાયદાકીય પ્રક્રિયા અને સમયમર્યાદાથી બંધાયેલું હોય છે. તપાસમાં થતો વિલંબ કે અફવાઓનો ઉન્માદ લોકોને કાયદો હાથમાં લેવાનો અધિકાર આપતા નથી. પોલીસ કર્મચારીઓ, જે આપણા પરિવાર અને સમાજની સુરક્ષા માટે ખડેપગે હોય છે, તેમને જ નિશાન બનાવીને જીવલેણ હુમલા કરવા તે અસભ્યતાની પરાકાષ્ઠા છે. સરકારી મિલકતો, જે પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાથી બનેલી છે, તેને સળગાવવી એ આખરે તો જનતાનું જ નુકસાન છે.તાજેતરમાં મુંદ્રાની લેબર કોલોનીમાં ૩૦૦ જેટલા લોકોના ટોળા દ્વારા પોલીસ કર્મચારીઓ પર કરવામાં આવેલો પથ્થરમારો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટના અત્યંત નિંદનીય છે. જ્યારે પ્રજાના રક્ષણ માટે ખડેપગે રહેતી પોલીસને જ નિશાન બનાવીને જીવલેણ હુમલો કરવામાં આવે, ત્યારે તે માત્ર એક ગુનો નથી પણ કાયદાના શાસન સામે સીધો પડકાર છે.જોકે, આ ઘટના પોલીસ તંત્ર માટે પણ આત્મમંથનનો વિષય છે. મુંદ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં, જ્યાં પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી છે, ત્યાંકાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વારંવાર કેમ કથળે છે? શું પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અભાવ છે? રાજ્ય સરકારે સ્થિતિની ગંભીરતા સમજીને મુંદ્રામાં ડ્ઢઅજીઁ ની પોસ્ટને અપગ્રેડ કરી ૈંઁજી અધિકારીની નિમણૂક કરી છે, જે આવકારદાયક પગલું છે. પરંતુ માત્ર હોદ્દાઓ બદલવાથી કંઈ નહીં વળે; હવે સમય છે ‘કોમ્યુનિટી પોલીસિંગ‘ દ્વારા લોકો સાથે સંવાદ સાધવાનો અને અફવાઓ પર લગામ લગાવવાનો.સાથે જ, ઔદ્યોગિક એકમોમાં આવતા શ્રમિકોનું કડક વેરિફિકેશન (ચકાસણી) અને સ્થાનિક સિક્યુરિટી એજન્સીઓ સાથે પોલીસનું સંકલન અત્યંત અનિવાર્ય છે. હિંસા દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ ક્યારેય ન્યાયી ઠરતી નથી. પ્રજાએ સંયમ રાખી કાયદામાં વિશ્વાસ મૂકવો પડશે અને પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર અને સામાન્ય જનતામાં સુરક્ષાનો અહેસાસ જગાડવો પડશે. રક્ષક અને પ્રજા વચ્ચેનો તાલમેલ જ શાંતિનો એકમાત્ર માર્ગ છે.હિંસા દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ ક્યારેય ન્યાયી હોઈ શકતી નથી. એકતરફ જનતાએ સંયમ રાખી પોલીસને સહકાર આપવો જોઈએ, તો બીજી તરફ પોલીસે પણ મુંદ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોનું વેરિફિકેશન (ચકાસણી) કડકાઈથી કરવું જોઈએ. રક્ષક અને પ્રજા વચ્ચેનો સંવાદ જ ભવિષ્યમાં આવી હિંસક ઘટનાઓને અટકાવી શકશે. ?મુંદ્રામાં હવે ૈંઁજી અધિકારીની નિમણૂક બાદ, પોલીસ તંત્ર વધુ સક્રિય બનીને ગુનેગારોમાં ધાક બેસાડશે તેવી આશા છે.
................
સરકારની ગંભીરતા : મુંદ્રામાં ડીવાયએસપીની
પોસ્ટ અપગ્રેડ કરી ૈંઁજીની નિમણૂક
ગાંધીધામઃ ખ્યાતનામ પોર્ટના વિકાસ અર્થતંત્ર ધરાવતું મુંદ્રા એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને મુંદ્રામાં ડ્ઢઅજીઁની પોસ્ટને અપગ્રેડ કરીને ૈંઁજી અધિકારીની નિમણૂક કરી છે. આ નિર્ણય સૂચવે છે કે સરકાર હવે મુંદ્રાના ઔદ્યોગિક અને લેબર વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અરાજકતા સાંખી લેવા માંગતી નથી.
............
અફવાઓનો ભોગ અને પોલીસની મજબૂરી
ગાધીધામ : પ્રજાએ સમજવાની જરૂર છે કે કોઈ પણ તપાસ કે કાર્યવાહી રાતોરાત જાદુઈ રીતે પૂર્ણ થતી નથી; તે કાયદાકીય પ્રક્રિયા અને સમયમર્યાદામાં બંધાયેલી હોય છે. માત્ર અફવાઓના આધારે ઉશ્કેરાઈને પોલીસના વાહનો સળગાવવા કે પથ્થરમારો કરવો એ સભ્ય સમાજની નિશાની નથી.
................
ગંભીર સવાલો : જેનો જવાબ શોધવો જરૂરી છે
૧. શું લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસનો અભાવ છે કે તપાસનો વિલંબ આક્રોશ જન્માવે છે? ૨ લેબર કોલોની જેવા વિસ્તારોમાં વારંવાર કાયદો અને વ્યવસ્થા કેમ કથળે છે?૩ શું માત્ર ગુનો નોંધવા પૂરતી કાર્યવાહી પૂરતી છે, કે ‘કોમ્યુનિટી પોલીસિંગ‘ની જરૂર છે? ૪ અફવા ફેલાવનારા તત્વો સામે કડક ‘પેરોલ ફ્લો’ કે વેરિફિકેશન કેમ થતું નથી? પ.અફવાઓનું જોરઃ સોશિયલ મીડિયા અને મોઢા-મોઢ ફેલાતી અફવાઓને ડામવા માટે પોલીસ પાસે શું આયોજન છે? ૬.શ્રમિકોનું વેરિફિકેશનઃ ઔદ્યોગિક હબ એવા મુંદ્રામાં આવતા હજારો શ્રમિકોનો ડેટા અને તેમની પૃષ્ઠભૂમિ તપાસવામાં તંત્ર કેમ ઉણું ઉતરે છે? ૭. રક્ષકની સુરક્ષાઃ જો પોલીસ જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા માટે કોના ભરોસે રહે?

Comments