જ્યાં નારીનું સન્માન થાય ત્યાં ઈશ્વરી શક્તિ હોય છે
જૂની પેઢીના આદર્શ શિક્ષિકા અને નાગર જ્ઞાતિના પીઢ વડીલનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ સન્માન કરાયું
ભુજ - કચ્છઉદય : શહેરના હાટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જુની પેઢીના આદર્શ શિક્ષિકા નાગર જ્ઞાતિના સુજ્ઞાબેન અરૂણભાઇ બક્ષી (ઉં.વ.૮૪)નું વિશેષ બહુમાન સંસ્થાના વડીલ વત્સલાબેન શુક્લ અને પ્રમુખ જયશ્રીબેન એસ.હાથીના વડપણ હેઠળ તેમના નિવાસ્થાને સન્માન કરી ગુરુ પૂજન કરાયું હતું. પ્રારંભમાં તેમના પરિવાર દ્વારા સૌને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું કચ્છી પાઘડી, સાલ અને ગીતાજીનું પુસ્તક, શ્રીફળ, સાકર અને હાટકેશ ખેસ સાથે મુખ્ય મહેમાનો ઉપરાંત પારુલબેન બુચ, આશાબેન સ્વાદીયા, તુષારભાઈ ધોળકિયા, અક્ષયભાઈ અંતાણી, કિશોરભાઈ મચ્છર, આશિષભાઈ વૈદ્યએ હાજર રહી તેમનું બહુમાન કરી ગુરુ વંદના કરી હતી. આ પ્રસંગે સન્માન બદલ શ્રીમતી બક્ષીએ સંસ્થાનો આભાર માન્યો હતો. જ્યાં નારી શક્તિનું સન્માન થાય ત્યાં ઈશ્વરશક્તિ હોય છે. આજે પણ તેઓ તેમની પાસે શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓના હૃદય સ્થાનમાં છે. તેમના પરિવારજનો પ્રો.ગીરીનભાઈ બક્ષી, ફાલ્ગુનીબેન બક્ષી, પરમભાઈ બક્ષી અને મંદારભાઈ બક્ષી વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ જ્યારે આભારવિધિ વારિસભાઈ પટણીએ કરી હતી તેવું દર્શનાબેન મુનશીની યાદીમાં જણાવાયું છે.
----

Comments