Trending News
સ્થાનિક સમાચાર

ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન, જલગાંવ-મહરાષ્ટ્ર દ્વારા લેવામાં આવતી “ગાંધી વિચાર સંસ્કાર પરીક્ષા”માં એમડી કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

07 March




ભુજ - કચ્છઉદય : ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મહાત્મા ગાંધીના જીવન મૂલ્યો સત્ય, અહિંસા, શાંતિ, પર્યાવરણ સંવર્ધન, પરસ્પર સહયોગની ભાવનાનો વૈશ્વિક સ્તર પર વિકાસ કરવાના હેતુથી કાર્યરત છે. વર્ષ ૨૦૦૭માં ફાઉન્ડેશન દ્વારા ગાંધી વિચાર સંસ્કાર પરીક્ષા નામક એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં ગાંધીજીના વિચારો પર આધારિત પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા આપવામાં આવે છે અને પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં શાશ્વત જીવન મૂલ્યો અને નૈતિક મૂલ્યોના વિકાસ દ્વારા ચારિત્ર્ય નિર્માણનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે.
વર્ષ-૨૦૨૫માં સમગ્ર કચ્છ જિલ્લામાં લેવાયેલ ગાંધી વિચાર સંસ્કાર પરીક્ષામાં દ્વિતીય અને તૃતીય ક્રમ હરિપરની એમ. ડી. કોલેજના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. શુકલ હેતી સ્મિતભાઈએ દ્વિતીય ક્રમ સાથે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, જ્યારે જોશી રિશી કપિલભાઈએ તૃતીય ક્રમ સાથે કાસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. પરીક્ષા સંયોજકની કામગીરી પ્રા. કંચનબેન હિરાણીએ કરી હતી. કોલેજના આચાર્ય ડૉ. હિમાંશુ પટેલે વિદ્યાર્થોઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ દર વર્ષે આ પરીક્ષા આયોજિત કરી વિદ્યાર્થીઓના ભાવિ જીવનને સંસ્કારીત કરવાની ચેતના જગાવી હતી. સંસ્થાના ચેરમેન, સેક્રેટરી, ડાયરેક્ટર, ટ્રસ્ટીગણ તેમજ તમામ કર્મચારીગણે જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બંને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
-------------

Comments

COMMENT / REPLY FROM