અબડાસા તાલુકાના શક્તિ કેન્દ્રોની બેઠક યોજાઈ
ભુજ-કચ્છઉદય : અબડાસા તાલુકાના મોથાળા, ખીરસરા (કોઠારા), નરેડી, ડુમરા, વિઝાણ અને વરાડીયા શક્તિ કેન્દ્રોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ગામસ્તરે લોકો સાથે સંપર્ક વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
--------

Comments