Trending News
સ્થાનિક સમાચાર

અદાણી પોર્ટથી એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરી કરનાર ત્રિપુટી રાજકોટમાં પકડાઈ

07 March




ભુજ - કચ્છઉદય : રાજકોટ-મોરબી હાઇવે પર શિવ શક્તિ હોટલ નજીક ટ્રકમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીનો ૪૫ લાખનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. આ સાથે ત્રણ આરોપી હાજર મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા અદાણી પોર્ટમાંથી ભંગાર ચોરી કર્યાની કબુલાત આપી હતી. 
પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમા પીએસઆઇ એસ.વી.ચુડાસમા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાર અને કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરાને મળેલ બાતમીના આધારે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ શિવ શક્તિ હોટલ નજીક ટ્રક નં.જીજે-૧૨-બીવી- ૭૧૩૧ને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂ.૪૫ લાખની કિંમતનો શંકાસ્પદ કોપર વાયર અને એલ્યુમિનિયમનો ભંગાર મળી આવ્યો હતો. જે અંગે ટ્રકના ડ્રાઇવર જેતારામ પોકરરામ બલીયારા (ઉવ ૫૦ રહે. રાજસ્થાન), પ્રિતેશ અમૃતલાલ રામાણી (ઉ.વ.  ૨૮ રહે ઘનશ્યામનગર, મૂળ મોટી ભુજપર) અને યુવરાજસિંહ નટુભા ઝાલા (ઉવ ૩૨ રહે. બાપાસીતારામનગર, મુન્દ્રા મૂળ રહે. મોઢવાડ, લખતર) ની પૂછપરછ કરતા ભંગાર મુન્દ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અદાણી પોર્ટમાંથી ચોરીનો હોવાની કબુલાત આપી હતી. જે અંગે મુન્દ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. 

Comments

COMMENT / REPLY FROM