Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ : કાસેઝના રાજેશ-મહાદેવ-આનંદ ગેંગ ભણી કસાતો ગાળીયો

07 March




કાસેઝ ડીસીશ્રીએ રચેલી કમીટીની તપાસ બની છે વેગવાન : જે યુનિટમાથી વાહન નીકળ્યુ છે તેના પાછલા રપ દિવસના ડેટા-રેકર્ડ કરાયા અંકે, ગેટના સોફટવેર સાથે મેચીંગ કરવાથી ઘણું બધું આવશે બહાર


ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીની ટીમ સાયબર ક્રાઈમ દ્વારા આધોઈ પાસેથી દોઢ કરોડની સોપારીનોજથ્થો પકડી પાડયા બાદ તે તપાસનો રેલો કાસેજ ભણી લંબાવવા પામી ગયો છે. કાસેઝ પ્રશાસન, કાસેઝ ડીસી 
તથા વિજિલન્સકમિટી આ કેસની કડક તપાસ કરી રહી છે તે વચ્ચે જ જાણવા મળતી વધુ માહીતી અનુસાર હવે કાસેજના રાજેશ-મહાદેવ અને આનંદની ટોળકી  તરફ વધારે કડકાઈથી ગાળીયો કસાતો જોવાઈ રહ્યો છે. 
જાણકારો કહી રહ્યા છે કે, આ કેસની તપાસની રજુેરજેની માહીતી ખુદ કાસેઝ ડીસીશ્રી પાટીલ મેળવી રહ્યા છે અને જરૂરી દીશા નિર્દેશો તપાસનીશોને આપી રહ્યા છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે તપાસ થવા માટે વિજિલન્સકમીટીની રચના કરવામા આવી છે. જેમા અમદાવાદના એક અધિકારીનો પણ સમાવેશ કરાયો છે. આ કમીટીએ ટ્રેઈલર-કન્ટેઈનર જે દીવસે પકડાયુ છે તેના પાછળના રપ દિવસનો રજેરજેનો ડેટા સબંધીત યુનિટધારકથી મેળવી લીધો છે અને હવે તેનુ ક્રોસ વેરફીકેશન સહિતની કામગીરી હાથ ધરવમા આવી રહી છે. એટલે કે એ ડેટાને કાસેજના ગેટના સોફટવેરના ડેટાની સાથે મેચીંગ કરવામા આવશે અને તેમાં જે વિસંગતાઓ જોવાશે તેના આધારે બધુ જ દુધનુ દુધ અને પાણીનુ પાણી થવા પામી જશે અને તે બાદ તો કઈકના તપેલાઓ આ આધોઈ સોપારી કાંડ કેસમાં ચડી જાય તો નવી નવાઈ નહી કહેવાય. 


....................

કસ્ટમ કડક છે, હવે પોલીસ સ્ફુર્તિ દાખવે


આનંદસિંગ સહીતના માંગેલા નિવેદનો સહિતની જરૂરી દસ્તાવેજી સોપણી તપાસનીશ પોલીસ કસ્ટમવિભાગને વેળાસર કરે


ગાંધીધામ : આધોઈ પાસે દાણચોરીયુકત સોપારી પોલીસે પકડી લીધા બાદ કસ્ટમવિભાગ અને કાસેઝ પ્રશાસન કડકાઈથી કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે પોલીસ પણ આ કેસમાં કસ્ટમવિભાગને જરૂરી સહયોગ આપે તે જરૂરી બન્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા પોલીસ પાસેથી આનંદ સહિતના શખ્સોના નિવેદનોની કોપી ઉપરાંતની વિગતો માંગી છે તે હવે સાયબર ક્રાઈમની ટીમ કાસેઝ કસ્ટમ તથા તપાસનીશ વિજિલન્સને આપે તે જરૂરી બન્યુ છે. પોલીસના વિલંબને લઈને પણ તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્ય છે. 

...................

તપાસનીશ પોલીસ કાનપુરમાં શું કરી આવી? કેમ હજુ પડદો પડેલો છે? 
કુલડીમાં ગોળ તો નથી ભાંગી લેવો ને?


ગાંધીધામ : આધોઈમાં દાણચોરીયુકત સોપારી સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા જાગૃતીપૂર્વક પકડી પાડવામા આવ્યા બાદ ઝોન ભણી રેલો લંબાયો અને શંકાસ્પદ યુનિટના માલીકના અડ્ડા યુપીમાં હોવાનુ સામે આવતા પોલીસ તાબડતોડ યુપી પણ જઈ આવી છે. કાનપુરની લટાર મારી આવી છે. કાનપુરમાં પોલીસને શું હાથ લાગ્યું? કોને ઉપાડી લાવ્યા છે? તેની કડીઓમાં શું-શું બહાર આવ્યુ છે? આ બધુ જ હજુય એક રહસ્યનો જ ભાગ બનેલ છે. યુપી કાનપુરથી પોલીસ કોને ઉપાડી આવી? હજુ સુધી કેમ કંઈ જ નથી આવતુ બહાર? કોઈનુ દબાણ-લાજ શરમ કે પછી અન્ય કંઈ?

 

Comments

COMMENT / REPLY FROM