ભુજ પીજીવીસીએલ દ્વારા આવતીકાલે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ
ભુજ - કચ્છઉદય : પીજીવીસીએલ ભુજ દ્વારા આવતીકાલે મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વિગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડીસકનેક્શન ડ્રાઈવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓ માં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડીસ કનેક્ટ કરવામાં આવશે. વિજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને ૧૦૦% લેણાની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી ડોક્યુમેન્ટસ રજૂ કરવાના રહેશે. ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે, બાકી લેણાંની રકમમાં અધુરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજબિલના બાકીના નાણાંની વસુલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના ૨૦ પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા ફરીથી અરજ કરવામાં આવી છે કે આપનો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલના લેણા રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપશો. આ માટે ગ્રાહકો વિવિધ ઓનલાઇન માધ્યમ જેમકે ગુગલ પે, પીજીવીસીએલની વેબસાઈટ, ક્રેડિટ કાર્ડ, ફોન પે, એમેઝોન પે, ભીમયુપીઆઈ, આરટીજીએસ, વિવિધ બેંકો ની મોબાઇલ એપ્લિકેશન વિગેરેનો ઉપયોગ કરીને બાકી રહેતા નાણાની ચુકવણી કરી શકે છે. આથી બાકી રહેતા વીજબિલના નાણાં તાત્કાલિક ભરી અને વીજ જોડાણની કપાતથી બચવા પીજીવીસીએલના સૂત્રો દ્વારા સૂચના અપાઈ છે.

Comments