સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસે વિવિધ સંસ્થા-સંગઠનો દ્વારા સેવાકીય કાર્યો કરાયા
ભુજ - કચ્છઉદય : કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કચ્છની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સેવાકીય કાર્યો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભુજ શહેર ભાજપ તેમજ શશિ ફાઉન્ડેશન દ્વારા બાળકોને સુ-પોષિત કીટ વિતરણ, સુમરાસર શેખ દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સુમરાસર મધ્યે ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ, ભુજ મધ્યે શ્રમિકોને રાશન કીટ વિતરણ, શ્રી હરી શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે વડીલોને મિષ્ટાન સાથે ભોજન, ભીમરત્ન કન્યા છાત્રાલય મધ્યે શૈક્ષણીક કીટ વિતરણ તેમજ કેક કટીંગ, ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ માંડવી - ગઢશીશા ભાજપ પરિવાર દ્વારા બાળકોને શૈક્ષણીક કીટ સાથે મીઠાઇ વિતરણ, માંડવી તાલુકા અનુ. જાતિ મોરચા દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર, એન્જલ ગ્રુપ ભીમાસર દ્વારા કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણ, મેઘવંશી ફ્રેન્ડ્સ ગ્રુપ કચ્છ દ્વારા શૈક્ષણીક કીટ તથા કેક કટીંગ, ફ્રેન્ડઝ ગ્રુપ ભુજ દ્વારા વડીલોને મિષ્ટાન સાથે ભોજન, યક્ષ મંદિર ટ્રસ્ટ, માધાપર દ્વારા ગૌ માતાને ઘાસ ચારાનું નિરણ આપવામાં આવ્યું હતું. મમુઆરા ગ્રામ પંચાયત દ્વારા બાલ મંદિરના બાળકોને લંચ બોક્સ વિતરણ કરાયા હતા. ભચાઉ શહેર - તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભચાઉ સરકારી દવાખાના મુકામે દર્દીઓને ફ્રુટ વિતરણ તથા ભચાઉ પ્રાથમિક શાળા નંબર-૪ મધ્યે શાળાના બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. મુન્દ્રા તાલુકા ભાજપ દ્વારા અહિંસાધામ, પ્રાગપર ખાતે ગાયોને ચારો અને વિવિધ જીવદયાની પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ-ભુજ દ્વારા માધાપર ખાતે રામનગરી પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ તથા સુખપર ગામે કુમાર શાળા નંબર-૧ ખાતે બાળકોને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. પીઝાલીયો રેસ્ટોરેન્ટ પરિવાર ગાંધીધામ દ્વારા બાળકોને અલ્પાહાર, મુંદ્રા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ હતી. લખપત તાલુકા ભાજપ દ્વારા કેસવ છાત્રાલય દયાપર મધ્યે બાળકોને ભોજન, અંજાર શહેર - તાલુકા ભાજપ દ્વારા રામસખી મંદિર ખાતે શ્રમિક ભાઈ બહેનોને ભોજન, ડગાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવ્યું હરતું.સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આયોજિત સેવા કાર્યો માટે સંસ્થાના હોદ્દેદારો, પાર્ટી આગેવાનો, કાર્યકર્તાઓ અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો.
---------------

Comments