Trending News
સ્થાનિક સમાચાર

બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર સરળ નીકળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ

06 March

ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યમાં હાલે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ લેવાઈ રહી છે. તા. ૬/૩ ના રોજ ધોરણ ૧૦ ના બેઝિક ગણિતની પરીક્ષામાં ૨૫૨૧૪ માંથી ૨૪૪૩૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એસ.એસ.સી. નું બેઝિક ગણિત નું પ્રશ્નપત્ર પ્રમાણ માં સહેલું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તો એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષય દ્વિતીય ભાષામાં ૭૩૩ વિદ્યાર્થીઓ જ્યારે સમાજશાસ્ત્ર વિષયમાં ૮૩૨૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ દ્વારા ભુજ, માંડવી, નખત્રાણા, લખપત તાલુકામાં વિજિલન્સ સ્ક્વોર્ડ, બોર્ડ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડની ટીમે નિરીક્ષણ કર્યું હતું. સીસીટીવી નિદર્શન કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, નિદર્શન ટીમ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોની ડીવીડીની ચકાસણી કરી જરૂરી ફોર્મસ ભરવામાં આવે છે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

Comments

COMMENT / REPLY FROM