લાલન કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ થયાં ઇન્ટરવ્યુ દ્વારા પસંદ
ભુજ - કચ્છઉદય : ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી અને શિક્ષણ વિભાગના નેજા હેઠળ દર વર્ષની જેમ ઝોન -૬ નો કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો પ્લેસમેન્ટ કેમ્પ આર.આર. લાલન કૉલેજ ખાતે યોજાયો હતો, જેમાં ઝોન -૬નાં ઝોનલ ઓફિસર ડૉ. પી.પી રાઠોડ અને સબઝોનલ ઓફિસર ડૉ. એમ.બી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ કેમ્પમાં કચ્છ જિલ્લાની ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની ૧૪ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા કુલ ૮૭૩ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. ૩૧ જેટલી ઇન્ડસ્ટ્રીઝે રજિસ્ટ્રેશન કરાવી અને કંપનીના એચઆર તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતા સાથે આ પ્લેસમેન્ટ કેમ્પમાં ૧૪ જેટલી સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી હતી. આ તબક્કે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્પોટ રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓએ ૧૦૩૩ જેટલા ઈન્ટરવ્યુ આપ્યા હતા, જેમાંથી ૩૮૪ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવેલ છે. સમગ્ર આયોજન આચાર્યના નેજા હેઠળ લાલન કોલેજના સ્ટાફગણ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આ તબક્કે અભ્યાસ પૂર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને નોકરી માટેના ઇન્ટરવ્યૂનો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો.

Comments