Trending News
સ્થાનિક સમાચાર

ભીમ આર્મી દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દેશીદારૂ, જુગાર અને ટ્રાફિક સમસ્યા બાબતે કરાઈ રજૂઆત

06 March

નખત્રાણા - કચ્છઉદય : છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના લીધે યુવાઓના ઘર બરબાદ થઈ રહ્યા છે, પણ પોલીસ વહીવટ જાણે શાંત હોય અને પોલીસના નાક નીચે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જુગાર ચાલુ છે, જેથી ભીમ આર્મી અને જાગૃત મહિલાઓ, વડીલો, નાગરિકો દ્વારા નખત્રાણા તાલુકામાં વહેલી તકે દારૂ બંધ નહીં કરાય તો ભીમ આર્મી અને સ્થાનિક લોકો દ્વારા દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચારવામાં આવી હતી.ઇકબાલ જતે જણાવ્યું હતું કે, દહીંસરામાં થોડા દિવસ અગાઉ જ દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ મારી દારૂ પકડવામાં આવ્યું હતું. માનકુવા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. સવાલ એ છે કે જો સામાન્ય નાગરિકોને દારૂ ક્યાં મળે છે તેની માહિતી હોય તો પોલીસ પાસે કેમ ન હોય તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. તેમણે વધુમાં જણાવાયું હતું કે, હાલ દરેક તાલુકામાં દારૂ મુદ્દે ઝુંબેશ ઉપાડવામાં આવશે. આ રજૂઆતમાં દારૂની સાથે ટ્રાફિક સમસ્યા વ્યાપક પ્રમાણ છે જોવા મળી રહી છે. ઓવરલોડ વાહનોના લીધે અકસ્માતો નીપજી રહ્યા છે. કોની મહેરબાનીથી આ ઓવરલોડ વાહનો જઈ રહ્યાં છે કેમ તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી નથી થઈ રહી. મોટા પવનચક્કીના વાહનો જેમાં ભુજથી લખપત બાજુ જાય છે ત્યારે તે વાહનો કોઇપણ નિયમ પાળતા નથી અને નિયમોનો ભંગ કરીને બેફામ ગાડીઓ ચલાવી રહ્યા છે. દરરોજ અંદાજિત ૫૦થી વધુ પવનચકીઓની ગાડીઓ જે આરટીઓના નિયમો વિરુદ્ધ છે તે હાંકી રહ્યા છે તેના માટે કાર્યવાહી થાય તેની પણ રજૂઆત કરાઈ હતી. ભીમ આર્મીના હોદેદારો અને મહિલા સંગઠનની મહિલાઓ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભીમ આર્મી ગુજરાત ઉપાધ્યક્ષ ઇકબાલ ભાઈ જત, પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, ઉપપ્રમુખ સુમારભાઈ, જિલ્લા પ્રમુખ મહિલા વિંગ ભરતીબેન ગરવા, રાધાબેન વાઘેલા, ઉપપ્રમુખ ચેતનાબેન ગોસ્વામી, તાલુકા પ્રમુખ દિનેશભાઈ ખોખર, મહામંત્રી હિરેનભાઈ મારવાડા, ભારતભાઈ વાઘેલા, રફીકભાઈ ખલીફા, લક્ષ્મણભાઈ લોન્ચા, અરવિંદ જેપાર, થતા બેરૂ, દેવપર, દેવીસર, વિરાણી, નખત્રાણાની જાગૃત મહિલાઓે  હાજરી રહી ઊગ્ર રજૂઆત કરી હતી.
 

Comments

COMMENT / REPLY FROM