Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન અને સીપીઆઈ કરાવવા કેમ્પ

06 March

ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા માર્ચ -૨૦૨૬ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ૧૨ માર્ચના રોજ માંડવી ખાતે સવારે ૧૦ થી બપોરે ૧ કલાક સુધી અને મુન્દ્રા ખાતે બપોરે ૨ થી ૪ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રી-રજિસ્ટ્રેશન તથા સી.પી.આઈની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments

COMMENT / REPLY FROM