Trending News
સ્થાનિક સમાચાર

હોળી-ધુળેટીનો તહેવાર એસટીને ફળ્યો : ૧૧ લાખની વધુની આવક

06 March

ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિતે મુસાફરોને વતન આવવા-જવા માટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ તા. ૨૫-૨ થી તા.૭-૩ સુધી નિયમીત તેમજ જરૂરીઆત મુજબનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રૂા. ૧૧ લાખ કરતા વધુ આવક મેળવી છે.આ અંગે મળતી માહિતી મુજબ  કચ્છ જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તેમજ પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ વિભાગ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપોથી પંચમહાલ - દાહોદ જિલ્લાના જુદા જુદા શહેરો જેવા કે દાહોદ, લુણાવાડા, પિટોલને જોડતી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ નિયમીત સંચાલન ઉપરાંત કુલ ૭૨ જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરી કુલ રૂા.૧૧,૪૫,૯૬૨ની આવક સાથે રૂા. ૨૮.૭૪ પ્રતિ કિમી દિઠ આવક મેળવેલી છે. આમ સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલનથી ૩૩૦૧ જેટલા નિયત ઉપરાંત વધારાના પ્રવાસીઓએ સદર એકસ્ટ્રા સંચાલનનો લાભ મેળવેલો છે તેવું વિભાગીય નિયામક એસટી ભુજની યાદીમાં જણાવાયું છે. 
 

Comments

COMMENT / REPLY FROM