Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન-સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

06 March

ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ - કચ્છની અખબારી યાદી મુજબ ટુ વ્હીલર, થ્રી વ્હીલર પેસેન્જર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ - કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી તા.૧૫/૩ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૭/૩ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૩ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તા.૧૯/૩ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે.સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. 

Comments

COMMENT / REPLY FROM