ગાંધીધામનું મ્યુલ બેંક કૌભાંડ : ઝડપાયેલા બેંક મેનેજરોના ઉઘડા લ્યો તો પાર્થ-દીપ-વીકી-દેવરાજ ના કરોડોના કાંડ ખુલશે.!
પૂર્વ કચ્છ એસપીશ્રી ખુદ આ તપાસમાં ધ્યાન આપે
ઝડપાયેલા ઠગ બેંક મેનેજરોમાંથી હિતેશના કડક પુછાણા લેવા જરૂરી : હિતેશ સહિતના મેનેજરોએ અગાઉ કઈ કઈ બેંકોમાં કરી છે નોકરી? શું ત્યાં પણ આવા બોગસ-ડમી બેંક એકાઉન્ટસ બનાવ્યા છે ખરા? જો તપાસ કરાશે તો હિતેશ-યશ-પાર્થ-વિકીના પ૦૦થી વધુ ભાડુઆતી બેંક ખાતાઓ હોવાનો થશે ખુલાસો : કિશન અગાઉ કઈ બેકમાં કામ કરતો હતો? તે બેંકમાં પણ તેના ૩૦૦૦ જેટલા ભાડુઆતી ખાતા હોવાની છે ચકચાર
અંજારની મોટી કચેરીના વહીવટદાર દેવરાજનો ચહેરો અને કરતુતો પણ થશે બેનકાબ : દેવરાજ એકાદ માસ માટે ગોવામાં કોના વિલામાં માણી આવ્યો છે મહેમાનગતિ? શેના પેટે?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમાંથી પોલસે હાલમાં જ ૧૮ર કરોડના મ્યુલ બેંક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને હવે તેની તપાસ આગળ ધપી રહી છે ત્યારે ગાંધીધામની બેંકોના મેનેજરોની પણ ધરપકડ કરવામા આવી છે અને તેઓની ભુંડી ભુમિકા સામે આવી ગઈ છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે ઝડપાયેલા પૈકીના હિતેશના જો કડક પુછાણા લેવામા આવશે તો ઘણુ બધુ બહાર આવશે. હિતેશ કયા પાર્થ, દીપ-યશ-વીકી અને અંજારની મોટી કચેરીના વહીવટદાર દેવરાજની સાથે મળી અને પ૦૦થી વધુ અન્ય ભાડુઆતી ખાતાઓ ધરાવી રહ્યો છે તે સહિતના મોટા ખુલાસાઓ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બેંક મેનેજરોની ધરપકડ બાદ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. આ કૌભાંડમાં હિતેશ નામના મેનેજરની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાય છે. જો તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો મોટા પાયે ખોલવામાં આવેલા ‘ડમી’ ખાતાઓનું નેટવર્ક ખુલ્લું પડી શકે તેમ છે.તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે હિતેશએ અલગ-અલગ બેંકોમાં રહીને સેંકડો શંકાસ્પદ ખાતા ખોલવામાં મદદ કરી છે.જાણકારો કહી રહ્યા છે કે, જો હિતેશની તપાસ કરવામા આવશે તો પાર્થ, દીપ અને વિકી નામના વ્યક્તિઓના આશરે ૫૦૦ થી વધુ શંકાસ્પદ ખાતા હોવાની શક્યતા છે. હાલમાં તે જે બેંકમાં ફરજ બજાવતો હતો તે પૂર્વે જ્યારે હિતેશભાઈ અન્યબેંકમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ તેમણે ૩૦૦૦ થી વધુ આવા ખાતા ખોલ્યા હોવાનું મનાય છે. કહેવાય છે કે આટલા બધા મોટા ખાતામાં પાર્થ અને દીપ જેવા શખ્સો વિકી સાથે ૫૦%ની ભાગીદારી ધરાવે છે. એટલુ માત્ર જ નહી પણ અંજારની મોટી કચેરીમાં વહીવટદાર તરીકે પંકાયેલા દેવરાજનું પણ આ બન્ને શખ્સો સાથે આવા ભાડુઆતી ખાતામાં મોટુ રોકાણ હોવાનુ મનાય છે. ?તપાસ જો કડક રીતે કરવામા આવશે તો ખ્યાલ આવશે કે તાજેતરમાં જ ગોવા ખાતેના લક્ઝરી વિલામાં એક મહિનો આ વહીવટદાર દેવરાજ રોકાઈને પરત ફર્યો છે. ?આ હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને બેંકિંગ વ્યવહારો વચ્ચેના જોડાણની તપાસ નિષ્પક્ષ તથા ઉંડાણપૂર્વક થવી અનિવાર્ય છે.

Comments