ભુજ લોહાણા મહાજન દ્વારા હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : લોહાણા મહાજન દ્વારા આરોગ્ય સેવાઓ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતાને આગળ વધારતા એક સૌમ્ય અને સેવા ભાવથી ભરપૂર હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથી જે શરીર, મન અને આત્માને સંતુલિત રાખીને કુદરતી રીતે આરોગ્ય પ્રદાન કરે છે તેવી ઉપચાર પદ્ધતિનો લાભ સમાજને મળે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડૉ. યોગીનીબેન જોબનપુત્રા તથા ડૉ. ભૂમિબેન સોમૈયાનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું ઉદ્દઘાટન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન પલવીબેન ઠક્કર, મીતભાઈ પુજારા, હર્ષદભાઈ (હકી) ઠક્કર, ભુપેન્દ્રભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ચંદે, હરેશભાઈ ઠક્કર, રશ્મિકાંતભાઈ ઠક્કર, હેમંતભાઈ પલણ, પંકજબેન રામાણી, વિદ્યાબેન ગણાત્રા અને કાજલબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. યોગીનીબેન જોબનપુત્રાનું સન્માન ડૉ મુકેશભાઈ ચંદે અને પલ્લવીબેન ઠક્કરે કરેલ હતું તેમજ ડૉ. ભૂમિબેન સોમૈયાનું હરેશભાઈ કતિરા અને પંકજબેન રામાણી દ્વારા ફ્લાવર પોર્ટથી સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ લોહાણા મહાજનના પ્રમુખે જણાવેલ કે, આવો કેમ્પ માત્ર સારવાર પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પરસ્પર સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સમાજની સુખાકારી માટે આવા સેવા યજ્ઞો સતત યોજાતા રહેશે. કાર્યક્રમનું સંચાલન મંત્રી કમલભાઈ કારીઆએ જ્યારે આભારવિધિ પબ્લિકેસન સમિતિના ચેરમેન મીતભાઈ પુજારાએ કરી હતી.

Comments