Trending News
સ્થાનિક સમાચાર

ભુજની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલમાં શિક્ષકો માટે ‘સમર્પણ ધ્યાન યોગ’ સેમિનારનું આયોજન 

05 March

ભુજ-કચ્છઉદય : શહેર ખાતે વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલમાં શિક્ષકો માટે ’સમર્પણ ધ્યાન યોગ’ સેમિનારનું આયોજન તાજેતરમાં ભુજની પ્રતિષ્ઠિત વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી ’સમર્પણ ધ્યાન યોગ’ દ્વારા એક વિશેષ મેડિટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય આ રહ્યો હતો - આજના સમયમાં શિક્ષકો પર શૈક્ષણિક અને વહીવટી કાર્યનું ભારણ વધતું જતું હોય છે. આ તણાવને દૂર કરી, મનની શાંતિ પ્રાપ્ત કરવા અને વિધાર્થીઓને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકાય તે માટે આંતરિક ઉર્જા જગાડવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી દીપેન વૈધએ તમામ સમર્પણ ધ્યાન યોગના તજજ્ઞનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ધ્યાન અને માર્ગદર્શનઃ સમર્પણ ધ્યાન યોગના તજજ્ઞો દ્વારા શિક્ષકોને ધ્યાનની પધ્ધતિઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી. પ્રાયોગિક સત્રઃ સેમિનારમાં માત્ર સૈઘ્ટાંતિક માહિતી જ નહીં, પરંતુ તમામ શિક્ષકોને સમૂહમાં બેસાડીને ધ્યાનનો પ્રાયોગિક અનુભવ પણ કરાવવામાં આવ્યો હતો. તણાવ મક્તિઃ કાર્યક્રમ દરમિયાન સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે માત્ર થોડી મિનિટોનું નિયમિત ધ્યાન વ્યક્તિના વ્યક્તિત્વમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને ક્રોધ કે ચિંતા જેવી નકારાત્મક લાગણીઓ પર કાબૂ મેળવી શકાય છે.સામૂહિક ધ્યાનઃ સેમિનારના મધ્ય ભાગમાં તમામ શિક્ષકોએ સામૂહિક રીતે ૧૫ થી ર૦ મિંનિટ સુધી ધ્યાન (૧૧૦૦૧) નો અનુભવ લીધો હતો, જેનાથી વાતાવરણ અત્યંત શાંત અને ઉર્જાવાન બની ગયું હતું. સેમિનાર દરમિયાન માગંદર્શકોએ જણાવ્યું હતું કે, "શિક્ષક એ રાષ્ટ્રનો નિર્માતા છે. જો શિક્ષક પોતે માનસિક રીતે સ્વસ્થ અને પ્રસન્ન હશે, તો જ તે વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકશે." સમર્પણ ધ્યાનએ કોઈ ધર્મ નહીં પરંતુ જીવન જીવવાની અને સ્વયંને જાણવાની એક પછૃતિ છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતી.શાળાના આચાયર્શ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા સેમિનારથી શિક્ષકોમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે અને તેની સીધી હકારાત્મક અસર શિક્ષણ કાર્ય પર પડે છે. કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો અને દરરોજ થોડો સમય ધ્યાન પાછળ ફાળવવાનો સંકલ્પ કર્યા હતો."સ્વસ્થ મન જ શ્રેષ્ઠ શિક્ષણનો પાયો છે." આ સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમે શાળાના વાતાવરણમાં એક નવી ચેતના જગાવી હતી. સમર્પણ ધ્યાન યોગના તજજ્ઞો શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉઘ્યભાઈ વોરા, ભાવેશભાઈ ભુડિયા, મહિપાલસિંહ વગેરેએ ધ્યાન વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં આવી મેડિટેશન સેમિનારની પ્રવૃત્તિ બદલ આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો. શાળાના ચેરમેન ગોપાલભાઈ ગોરસિયાએ આ કાર્યકમ બદલ બધાને અભિનંદન આપ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM