Trending News
સ્થાનિક સમાચાર

આવતીકાલે સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને શુભેચ્છકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાશે

05 March

ભુજ - કચ્છઉદય : કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મ દિવસ. કચ્છના યુવા, જાગૃત, ઉર્જાવાન સાંસદ વિનોદભાઇ ચાવડા ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠનના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ તેમજ સાથીઓ અને સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યોેના આયોજન સાથે કરાશે.
રાજય અને રાષ્ટ્ર તેમજ દીનઃ દુખીઓની ઉન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવન પથ ઉજાગર કરો એવી ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ - મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા મેડિકલ કેમ્પ આયુષ હોસ્પિટલ, પક્ષીઓ માટે કુંડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય, ટીબીગ્રસ્ત દર્દીઓને કીટ વિતરણ, ગાયોને નીરણ, બાળકોને શિક્ષણ કીટો, શ્રમિકોને રાશન કીટ વિતરણ, દીકરીઓ દ્વારા કેક કટીંગ, વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ - લોકાર્પણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સાંસદના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે. 

 

Comments

COMMENT / REPLY FROM