ગાંધીધામના મીઠીરોહરમાં કુખ્યાત શખ્સે સરકારી જમીન પર કરેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તંત્રના દબાણ હેઠળ આરોપી દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે. મીઠીરોહર જીઆઈડીસીથી ખારીરોહર જતા માર્ગ પર આઈઓસી પંપીંગ સ્ટેશન પાસે સર્વે નંબર ૫૭૩ પૈકીની સરકારી જમીનમાં અંદાજે ૨૦૨.૮ ચોરસ મીટરમાં ફેલાયેલું આ દબાણ હટાવી દેવામાં આવ્યું છે. મીઠીરોહરના રહેવાસી અને આર્મ્સ એક્ટ તેમજ પ્રોહિબિશન જેવા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી કાસમ રાજા ત્રાયાએ પોતાના અંગત ફાયદા માટે અહીં હોટલના બે રૂમ અને આંગણું બનાવી ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. અંદાજે ૨૦.૨૮ લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન પરથી ગત તારીખ ૦૩ માર્ચ ૨૦૨૬ના રોજ દબાણ દૂર કરી સરકારી મિલકત ખુલ્લી કરવામાં આવી છે.

Comments