Trending News
સ્થાનિક સમાચાર

હમીરસર તળાવમાં ડૂબી જવાથી ભુજના ૮૧ વર્ષિય વૃદ્ધનું મોત

02 March


ભુજ - કચ્છઉદય : શહેરમાં હમીરસર તળાવમાં અવારનવાર ડૂબવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં એક યુવતી પડી જતા સ્થાનીકોએ તેને બચાવી લીધી હતી. આ તરફ આજે સવારે રાજેન્દ્ર બાગ પાસેના તળાવમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ભુજ ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો કે હમીરસર તળાવમાં કોઈ અજાણી વ્યક્તિ પડી છે. કોલની ગંભીરતા લેતા  ફાયર ઓફીસર સચિન પરમાર તેમજ સ્ટાફના જીગ્નેશ જેઠવા, ઈમ્તિયાઝ સમા, ઋષી ગોર, સંજયસિંહ સોઢા, રૂદ્ર જોશી સહિતના પહાચ્યા અને તળાવમાં બોડી બહાર કાઢવામાં આવી હતી. જી.કે.માં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ જયનગરમાં રહેતા ૮૧ વર્ષિય મોડજી દાનસિંગજી ભાટી હમીરસર તળાવમાં ડુબી જતા મોત થયું હતું. બનાવથી અરેરાટી ફેલાઈ હતી. કેવા સંજોગોમાં વૃધ્ધ પડી ગયા તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

Comments

COMMENT / REPLY FROM