Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ : કાસેઝમાં કસ્ટમના અમુક  તત્વોને કરાયા સાઈડલાઈન : ફ..ફ..ડાટ.!

02 March

ઝોન ડીસીશ્રી પાટીલ-કસ્ટમ ડીસીશ્રી જૈનની લાલઆંખ



 સુરક્ષા વ્યવસ્થામાં કચાશ રાખનારા સામે કડક કાર્યવાહીનો દોર શરૂઃ અમુક શંકાસ્પદ તત્વોને તાલીમમાં ધકેલાયા, પ્રમાણિક કર્મચારીઓનું મનોબળ વધ્યું : દોઢ કરોડની સોપારી આધોઈ પાસે પોલીસે પકડી પાડયા બાદ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થાઓને લઈને જરા સહેજ પણ કચાશ નહી ચલાવી લેવાનો કડક સંદેશ થયો વહેતો : ભ્રષ્ટાચારીઓને દુર કરાતા ટ્રેડમાં પણ થઈ આશંકી રાહત


ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (દ્ભછજીઈઢ) માં તાજેતરમાં ગાજેલા ‘આધોઈ સોપારી કાંડ’ બાદ વહીવટી તંત્ર પણ બરાબરનું સચેત નવા પામ્યુ છે. કાસેજના ઈન્ચાર્જ ડીસીશ્રી આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરવાના મુડમાં હોય તેમ હલચલ જોવા મળી રહી છે. આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર દોઢ કરોડની કિંમતની સોપારી આધોઈ પાસે પોલીસે ઝડપી પાડ્યા બાદ ઝોનની આંતરિક સુરક્ષા અને કસ્ટમ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઝોન ડીસી શ્રી પાટીલ અને કસ્ટમ ડીસી શ્રી જૈને કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઝોનમાં ફરજ બજાવતા અને શંકાના દાયરામાં આવતા અમુક તત્વોને તાત્કાલિક અસરથી સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને ઝોનથી દૂર તાલીમ અર્થે મોકલી દઈ ક્લીનઅપ 
ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.
એકતરફ ઝોન ડીસીશ્રીએ સાફસફાઈ શરૂ કરી દીધી છે તો બીજીતરફ આધોઈ સોપારી કાંડમાં જે ઉચ્ચ અધિકારીઓની વિજિલન્સ કમિટી બની છે તેના પર કડક પડઘા અમુક ભ્રષ્ટ તત્વોમાં પડી રહ્યા હોવાનું ચર્ચાય છે. ઝોન ડ્ઢઝ્ર દ્વારા આ સોપારી કાંડના મૂળ સુધી 
પહોંચવા માટે એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના અમદાવાદ સ્થિત ઉચ્ચ અધિકારીએ છેલ્લા કેટલાક દિવસોથી ઝોનમાં 
પડાવ નાખ્યો છે. તપાસનો ધમધમાટ એટલો તેજ છે કે શંકાસ્પદ યુનિટોના છેલ્લા ૪ થી ૬ મહિનાના તમામ ‘કાચા-ચિઠ્ઠા’ અને આયાત-નિકાસના રેકોડ્‌ર્સ ખંગાળવામાં આવી રહ્યા છે. અનેક કર્મચારીઓ અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ થતા ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ તપાસના અંતે કેવા મોટા માથાઓના નામ બહાર આવે છે અને વહીવટી તંત્ર ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કેવા નક્કર પગલાં ભરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલ તો, ભ્રષ્ટાચારીઓને સાઈડલાઈન કરાતા પ્રમાણિક વેપારીઓ અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

 

Comments

COMMENT / REPLY FROM