- તો કંડલા પોર્ટ પર વિદેશી કોલસાના કાળા-કારોબારના નેટવર્કનો થાય મોટો ભાંડાફોળ
હાઈવે પરથી ઝડપાયેલ કોલસો અવ્યો કયાંથી? આટલી માત્ર તટસ્થ તપાસ થાય..!
કંડલા પોર્ટમાંથી હલકી ગુણવતાના બદલે હાઈકવોલિટીનો કોલસો લઈને જતી ટ્રક પૂર્વ કચ્છ એલસીબીએ પકડતી વેળાએ સુચક લાલબત્તી : હવે તો અમુક ઈમ્પોર્ટસને જ મધ વાળી લાળ ચટાઈ ગયાની ચર્ચા.! : અમુક આયાતકાર અને ઠેકેદાર પાર્ટીની જ ગાલમેલની ફેલાઈ રહી છે ગંધ’
વિદેશથી ઈન્ડોનેશીયા, આફ્રીકા, તાન્જાનીયા, યુએસએથી કોલસો મોટા પ્રમાણમાં આવે છે, યુએસ કોલ ભઠ્ઠામાં સૌથી પ્રથમ ડીમાન્ડમાં છે, તેના ભાવ છે ખુબ ઉંચા, યુએસથી આવેલા કોલસામાં રાત્રીના સમયે કોઈ ૧૦૦૦ ટન માલ કાઢી અને તેમાં તાન્જાનીયાથી આવેલો સસ્તો માલ ભેળવી જાય તો કયાં કોઈને ખબર પડવાની જ હતી? : આયાતકારના અમુક કોલસાચોર આજુબાજુમાં પડેલ બીજીકંપનીનો માલ પણ ઉઠાવી લે છે. કોને ખબર.પડવાની જ હતી.! માત્ર એક ચોકીદારને જ તો ફોડવાનો રહે..!
ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબી દ્વારા તાજેતરમાં જ કંડલાથી સામખીયાળી હાઈવે પરથી ઉચ્ચ ગુણવત્તા યુકત કોલસો આધાર-પુરાવા વિનાનો ઝડપી પાડયો છે. આવા સમયે જાણકારો દ્વારા સીધો જ સવાલ કરવામા આવી રહ્યો છે કે, ઝડપાયેલો કોલસો આવતો કયાંથી હતો? આ દીશામાં જો તટસ્થતાથી તપાસ ઝડપથી હાથ ધરવામાં આવશે તો કંડલા પોર્ટમાં જ વકરેલા વિદેશી કોલસાના કાળા કારોબારના એક મોટા નેટવર્કનો ભાંડાફોડ થવા પામી શકે છે તેવી આશંકા દર્શાવાઈ રહી છે.
દેશના મહાબંદર પૈકીના કંડલા-મુંદરા-તુણા જેવા બંદરો કચ્છમાં કાર્યરત છે. આ બંદરો પર ખાસ કરીને તુણા-કંડલામાં વિદેશથી કોલસાની મોટા પ્રમાણમાં આયત કરવામા આવી રહી છે. આ વિદેશી કોલસાનો જથ્થો એન્ડ યુજર્સ સુધી પહોચે તે પહેલા જ તેમાં ગાલમેલ કરી અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળસેળ કરી દેવો અથવા તો તદન નકામી કાળી ભુક્કી જ ભરી દેવામાં આવતી હોવાની ફરીયાદો લાંબા સમયથી સામે આવતી રહેતી હતી. કચ્છથી આ કોલસો નીકળ્યા બાદ ઠેર ઠેર માલ હેરફેરનાઅગાઉ વાડાઅ ધમધમતા હતા જેના પર તો કાર્યવાહી પણ કરવામં આવી રહી હતી અને તેથી જ કદાચ હવે કોલસા ચોરોએ કંડલામાં આ કાળા કારોબારને ધમધમાવવા માટે નવો કારસો રચી અને એક નવુ નેટવર્ક કોલસાચોરીનું ઉભુ કરી લીધુ હોવાની વાત ચર્ચાય છે અને તેમાં મરો થઈ રહ્યો છે કોલસાનું પરીવહન કરનારા નિદોર્ષ ટ્રાન્સપોર્ટરોને કે જેઓને આ કૌભાંડથી કોઈ જ લેવા દેવા પણ ન હોય..!વાત કરીએ ઘટનાની પ્રથમ તો કંડલા પોર્ટમાંથીહાઈ ક્વોલિટીનો કોલસો ભરી ટ્રક નંબર આરજે ૭ જીઈ ૬૩પ૩ કંડલાથી સામખિયાળી જતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે ભચાઉ - સામખિયાળી હાઈવે પર ભચાઉ નજીક ઈન્ડિયન ઓઈલના પંપ પાસે ટ્રકને ઉભી રખાવાઈ હતી. આ ટ્રકમાં ૪૧.૪૧૦ મેટ્રીક ટન ઈમ્પોટેડ કોલસો રાખેલો હતો. જેની કિંમત ૪,૮૮,૬૩૮ આંકવામાં આવી છે. આ સાથે રાજસ્થાનના બે શખ્સોની અટક કરી લેવાઈ છે. પ્રાથમિક તબક્કે ચોરી કે છળકપટથી આ મુદામાલ મેળવેલ હોવાનું જણાઈ આવતા ભચાઉ પોલીસને આગળની તપાસ સોપવામાં આવી છે ત્યારે હવે જાણકારો કહે છે કે, ઉચ્ચ ગુણવત્તાનો આધાર પુરાવા વિનાનો વિદેશી કોલસાનો જથ્થો કયાંથી આવતો હતો? જો ડીપીએ કંડલા પોર્ટથી તેને કાઢવામા આવ્યો હોય તો આધાર પુરાવા વિના તે કેવી રીતે હાઈવે સુધી પહોચી ગયો? ડીપીએ-કડલા પોર્ટ પર કોલસાની હેરફેર પર તટસ્થ મોનીટરીંગ રહી શકે તેવી કોઈ જ વ્યવસ્થાઓ નથી? જો એ વ્યવસ્થાઓ છે તો તેમને બાયપાસ કરીને આ ટ્રક હાઈવે પર કેમ દોડતી હતી? અનેકવિધ સવાલો સાથે જાણકાર વર્ગ કહે છે કે, ડીપીએ-કંડલા પોર્ટ વિસ્તારમાં જ હવે કોલસાના કાળાકારોબારીઓનું એક મોટું નેટવર્ક તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે ધમધમી રહ્યુ છે. વિદેશથી આવતા કોલસાની ગુણવત્તામાં હેરફેર કરીને વાડાઓ બનાવીને મોટા પ્રમાણમાં ઉથલપાથલ કરવામાં આવતી હોવાના કારસ્તાનો તો અગાઉ બહુ જ સામે આવ્યાં, પરંતુ હવે તો તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે પોર્ટ વિસ્તારમાં જ અંદર માલની ગુણવત્તામાં ફેરફારો કરનારી કોલસા ચોર ટોળકીનું નેટવર્ક મોટું બની ગયું હોવાની ચર્ચાય છે. આયાતકાર, તેની ઓથોરાઈઝડ લોડીંગ-અનલોડીંગ કરનાર એજન્સી, સીએચએ ઉપરાંત કોણ આ કોલસાના વિદેશ માલની કરે છે ચકાસણીઓ? કોઈ જ નહીં? તો પછી તો ખેડે એનું ખેતર જ બની ગયું કહેવાય ને...!
...................
પોર્ટ પ્રશાસન કડક બને, તો નિદોર્ષ
ટ્રાન્સપોર્ટરોને પણ થાય મોટી રાહત
ગાંધીધામ : કરે કોઈક અને ભરે કોઈકનો તાલ હવે ગાંધીધામ વિસ્તારમાં કાર્યરત કોલસાના ટ્રાન્સપોર્ટરોને પણ થવા પામી રહ્યો છે. કોલસાની જે રીતે મિક્ષીંગ પોર્ટ એરીયામાં થતી હોવાની ચર્ચા આવી રહી છે, અને ત્યાથી જ હેરફેર કરી વાહનો બહાર નીકળે અને તે જયારે ગંતવ્ય સ્થળે પહોચે અને ખરીદનાર વેપારી તેની ચકાસણીઓ કરે ત્યારે માલમાં ઘટ્ટ આવે એટલે ઘર્ષણ ટ્રાન્સપોર્ટર સાથે જ કરવામા આવતુ હોય છે. ટ્રાન્સપોર્ટરે માલ વચ્ચે રસ્તામાં કાઢી લીધો તેમ કહી અને જે ઘટ્ટ આવે તેની ભરપાઈ પણ ટ્રાન્સપોર્ટરથી જ કરવામા આવી રહી છે. જયારે કે , હકીકતમાં પોર્ટ એરીયામાં જ પડેલા આ કોલસાના માલમાં હેરફેર-ગુણવત્તા બદલાવી નાખવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાય છે. આવામાં ટ્રાન્સપોર્ટરો માટે ત કરે કોઈક અને ભરે કોઈનો જ તાલ થવા પામી રહ્યો છે. જો પોર્ટ પ્રશાસન કડક થાય, હકીકતથમાં પોર્ટ એરીયામાં જ કોલસા કૌભાંડ ચાલતુ હોય તો તેને ડામવા માટે કડકાઈ દાખવે તો નિદોર્ષ ટ્રાન્સપોર્ટરો કે જેમને ખોટા આર્થિક ફટકા પડી રહ્યા છે તેઓને પણ રાહત થવા પામી શકે છે.
......................
યુએસ કોલમાં તાન્જાનીયા કોલ ભેળવી દે? કોને પડશે ખબર?
ગાંધીધામ : કંડલામાં વિદેશથી કોલસો અલગ અલગ દેશોમા જુદી જુદી ગુણવત્તાનો આવે છે. આફ્રીકાથી આવે, ઈન્ડોનેશીયાથી આવે, તાન્જાનીયાથી આવે, અને યુએસથી પણ આવે છે. યુએસથી જે કોલસો આવે છે તેની ડીમાન્ડ ભઠ્ઠાવાળાઓમા વધારો હોવાથી તેનો ભાવ ઉંચો હોય છે. જયારે અન્યનો પ્રમાણમાં તેનાથી અડધો ભાવ હોય છે. હવે કોલસો જયારે પોર્ટ પર ઠલવાયા છે ત્યારે આયાત કરનારાઓ દ્વારા પોતાની જ લોડીગ અનલોડીગ કરનાર ઠેકેદાર પાર્ટી નીમેલી છે અને પોતાનો સીએચએ રાખેલો છે. આ નેટવર્કવાળાઓ જયા યુએસ કોલ આવ્યો છે અને પ્લોટમાં પડયો છે તેમાથી સારો માલ ઉપાડી અને તાન્જાનીયાનો હલકો માલ પોર્ટમાં અને પોર્ટમાં જ ભેળવી દેશે તો કોને ખબર પડશે?

Comments