Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે...! પશ્ચિમ કચ્છ એસપી શ્રી સુંડાની સમગ્ર ટીમને!  પોલીસ ધારે તો શું નથી કરી શકતી? મુંદરાલુંટનો ઉકેલ શ્રેષ્ઠ દાખલો

01 March



પશ્ચિમ કચ્છ પોલીસની શાનદાર સફળતાઃ પશ્ચિમ કચ્છ એસપીની ટીમ મુંદરા પોલીસ, એલસીબીઅએસઓજીએ દિવસ-રાતનો રઝડપાટ કરી અને  આગવી કોઠાસુઝ અને સંઘભાવના સાથે કામગીરી કરી મુંદરા જ્વેલર્સ લૂંટ પ્રયાસના આંતરરાજ્ય સૂત્રધારોને કરી દીધા જેલહવાલે : આ કામગીર જેટલી દેખાય છે એટલી સરળ અને સહેલી ન હોતી? : ૧૪ દિવસનો વેશપલટો અને ત્રણ રાજ્યોમાં રઝળપાટઃ એસ.પી. વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનેગારોને દબોચ્યા


ડીવાયએસપી શ્રી ગૌતમની ટીમ મુંદરા પોલીસની કાર્યવાહી પણ કાબીલેદાદ


ગાંધીધામ : મુંદરામાં ધોળા દિવસે સોની વેપારીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર રીઢા ગુનેગારોને 
પશ્ચિમ કચ્છ પોલીસે આખરે ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની ટીમોએ સતત ૧૪ દિવસ સુધી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને સુરત જેવા વિસ્તારોમાં વેશપલટો કરી, જીવના જોખમે તપાસ હાથ ધરી આંતરરાજ્ય ટોળીનો 
પર્દાફાશ કર્યો છે. ખરેખર શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી કાબીલેદાદ કહી શકાય તેમ છે. પોલીસતંત્રએ મુંદરા કેસમાં કરેલી આ કાર્યવાહથી પ્રજાજનોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ કાયમ અને મજબુત બનયો છે. પોલીસ પ્રજાનો મિત્રની ઉકિતને ખરા અર્થમાં સાર્થક કરી થવા પામી છે. ઘટનાની વિગત અને 
પોલીસની કામગીરીની ટુંકમાં વાત કરીએ તો મુંદરાની ‘રુદ્રાક્ષ જ્વેલર્સ’માં લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોને 
પકડવા માટે પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ અન્ય રાજ્યોમાં છુપાયેલા છે. પોલીસની ટીમે રાજસ્થાનના ધોલપુરના બાડી શહેરમાંથી સતીશ સોરણસિંગ શિકરવાલ અને ઉત્તરપ્રદેશના આગ્રા (ફતેહાબાદ) ખાતેથી રાજેશ ઉર્ફે પટેલ મોટું ને ઝડપી પાડ્યા હતા. 
આરોપીઓ પાસેથી બે દેશી કટ્ટા અને જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે.આ કેસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પોલીસ પાસે ગુનેગારો વિશે કોઈ નક્કર પુરાવા નહોતા. તેમ છતાં, એસ.પી. વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમોએ જે ધૈર્ય બતાવ્યું તે કાબિલેદાદ છે. પોતાના 
પરિવારથી દૂર, સતત ૧૪ દિવસ સુધી અન્ય રાજ્યોમાં વેશપલટો કરીને 
રઝળપાટ કરવી અને ગુનેગારોની હિલચાલ પર નજર રાખવી એ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ વાસ્તવિક જીવનની કઠિન ફરજ છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી રીઢા ગુનેગારોને જીવના જોખમે પકડી લાવવા તે 
પોલીસની મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવે છે.પશ્ચિમ કચ્છ પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ છે. એસ.પી. વિકાસ સુંડા અને તેમની સમગ્ર ટીમને આ સફળતા બદલ અભિનંદન આપવા 
જ ઘટે.



.................

ટીમ શ્રી સુંડાનો કડક સંદેશઃ ગુનેગારોનું હવે ખેર નથી

ગાંધીધામ : આ ઓપરેશન દ્વારા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા અને પોલીસે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા દૂર ભાગશો, કાયદાના હાથ લાંબા છે. હથિયારો સાથે પકડાયેલા આ આરોપીઓ અન્ય રાજ્યોમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમને પકડીને પોલીસે ભવિષ્યમાં થનારી મોટી લૂંટ કે જાનહાનિને ટાળી દીધી.


...............
આક્રોશ વ્યક્ત કર્યો, હવે આભાર પણ વ્યક્ત કરીએ.!

સફળ ડિટેક્શન બાદ હવે વારો વેપારીઓનો :
પોલીસતંત્રનો જાહેરમાં કરો ‘ઋણ સ્વીકાર’.!

કાયદો સ્થાપિત છે, તેવી કડક કાર્યવાહી કરનાર શ્રી વિકાસસુંડાની પોલીસ ટીમનું જાહેરમાં કરવુ જોઈએ સન્માન-અભિવાદન

મુંદરાના વેપારીઓ-જવેલર્સ સહિતનાઓ કેમ ન આવે આગળ? :  વેપારી આલમ અને સ્થાનિક આગેવાનો જો જાહેર કાર્યક્રમ દ્વારા પોલીસનું સન્માન કરશે, તો તેનાથી પોલીસના નૈતિક જુસ્સામાં અનેકગણો વધારો થશે અને કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.


ગાંધીધામ : મુંદરામાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં હથિયારના જોરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનાર આંતરરાજ્ય ટોળીને પશ્ચિમ કચ્છ પોલીસે જે રીતે દબોચી લીધી છે, તે માત્ર એક તપાસ નથી પણ ખાખીની ખુમારી અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે આ ઘટના બની ત્યારે 
વેપારી આલમમાં ફફડાટ હતો અને પોલીસ તંત્ર પર વહેલી તકે ઉકેલ લાવવાનું દબાણ હતું. આજે જ્યારે એસ.પી. વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે અશક્યને શક્ય કરી બતાવ્યું છે, ત્યારે હવે સમય છે કે વેપારી સમાજ પોતાનું નૈતિક ઉત્તરદાયિત્વ નિભાવે.કોઈ પણ મજબૂત પુરાવા વગર, માત્ર ટેકનિકલ કડીઓ અને માનવીય સૂઝબૂઝના આધારે અન્ય રાજ્યોમાં જઈને આરોપીઓને પકડવા તે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. એલ.સી.બી અને એસ.ઓ.જીની ટીમોએ સતત ૧૪ દિવસ સુધી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વેશપલટો કરીને જે રઝળપાટ કરી, તે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. પોતાના પરિવારથી દૂર, જીવના જોખમે આ રીઢા ગુનેગારોને 
પકડી લાવનાર પોલીસ જવાનો ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ઘટનાના દિવસે 
વેપારી સંગઠનોએ એકત્ર થઈને પોલીસને આવેદનપત્ર પાઠવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. લોકશાહીમાં આ હક વ્યાજબી છે, પરંતુ તેની સામે સિક્કાની બીજી બાજુ પણ એટલી જ મહત્વની છે. જ્યારે પોલીસ તંત્રએ દિવસ-રાત જોયા વગર ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હોય, ત્યારે વેપારીઓનું પણ કર્તવ્ય બને છે કે તેઓ આગળ આવીને આ કામગીરીને જાહેરમાં બિરદાવે. પોલીસ વિભાગ માટે પ્રજાનો સહકાર અને સન્માન એ સૌથી 
મોટું પ્રોત્સાહન હોય છે. જો મુંદરાના વેપારી મંડળો અને સ્થાનિક આગેવાનો પોલીસ ટીમનું જાહેર સન્માન કરશે, તો તેનાથી માત્ર પોલીસનું માન નહીં વધે, પરંતુ તેમનું નૈતિક મનોબળ પણ આસમાને પહોંચશે. આ એક એવો સંદેશ હશે કે ‘પોલીસ અને પ્રજા’ એકબીજાના પૂરક છે.કોઈ પણ સફળતા 
પાછળ ટીમવર્ક અને સખત મહેનત હોય છે. પશ્ચિમ કચ્છ પોલીસની આ 
નોંધપાત્ર સફળતા બદલ એસ.પી. વિકાસ સુંડા અને તેમની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન. હવે મુંદરાના વેપારીઓએ હૃદયપૂર્વકનું અભિવાદન કરી સાચા અર્થમાં પોતાનું નાગરિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ, જેથી ભવિષ્યમાં પણ પોલીસ આવી જ નિષ્ઠાથી કાર્યરત રહે.એસ.પી. વિકાસ સુંડા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપવા એ માત્ર શિષ્ટાચાર નથી, પરંતુ પોલીસના મનોબળને વધારવા માટે 
વેપારીઓનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ બને છે તે ન ભુલવું જોઈએ.


.....................

પોલીસની કર્તવ્યનિષ્ઠા અને પ્રજાનો અતૂટ વિશ્વાસ

ખાખી વર્દીની ધાક-કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ 



ગાંધીધામ : મુંદરામાં બનેલી લૂંટના પ્રયાસની ઘટનામાં પશ્ચિમ કચ્છ પોલીસે જે રીતે ગણતરીના દિવસોમાં આંતરરાજ્ય ટોળીને દબોચી લીધી છે, તે માત્ર એક ગુનાનો ઉકેલ નથી પરંતુ ખાખી વર્દીની ધાક અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જ્યારે માથાભારે ગુનેગારો હથિયારો સાથે ધોળા દિવસે 
વેપારીઓને નિશાન બનાવતા હોય ત્યારે સમાજમાં ભયનો માહોલ પેદા થવો સ્વાભાવિક છે, પરંતુ પોલીસની આ ઝડપી કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં સુરક્ષાનો અહેસાસ જગાડ્યો છે.




 

Comments

COMMENT / REPLY FROM