Trending News
સ્થાનિક સમાચાર

સવાયા કચ્છી પીએમ મોદીનું ધ્યાન દોરાય તો કચ્છ એસ્ટ્રો-સ્પેશ ટુરિઝમનું પણ ગ્લોબલ હબ બને.!

01 March

તો ‘વિકસિત ભારત’નું સપનું કચ્છના રણમાંથી જ સાકાર થાય




વિજ્ઞાનનો ઉજાસ અને કચ્છનું ફલક - પરંપરાથી અંતરિક્ષ સુધીની સફરની ઉજળી શકયતાઓ : વિજ્ઞાન દિવસની ઉજવણીઓ વચ્ચે કચ્છના વિકાસમાં નવા પ્રાણ ફુંકવાની ક્ષમતાનો અનુકરણીય સંકેત

કચ્છના અભ્યાસુ જનપ્રતિનિધીઓ, પ્રબુદ્ધવર્ગ, જાણકારો નરેન્દ્રભાઈ સમક્ષ સચોટ રજુઆત કરે તો પ્રવાસન-રણોત્સવ સાથે કચ્છમાં વધુ એક નવુ છોગું ઉમેરાય : કચ્છનું રણ રાત્રિ આકાશના અવલોકન માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે


ગાંધીધામ : આજે જ્યારે આપણે આધુનિક સુખ-સુવિધાઓથી ઘેરાયેલા છીએ, ત્યારે એ સ્વીકારવું રહ્યું કે આપણી દિનચર્યાનો દરેક શ્વાસ વિજ્ઞાનને આભારી છે. રસોડાના સાધનોથી લઈને હથેળીમાં સમાયેલા સ્માર્ટફોન સુધી, વિજ્ઞાને મનુષ્યને શારીરિક શ્રમ અને અજ્ઞાનતાના અંધકારમાંથી મુક્તિ અપાવી છે. પરંતુ, જ્યારે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કચ્છ જેવી ઐતિહાસિક ભૂમિ પર ‘રિજનલ સાયન્સ સેન્ટર’ અને ‘મ્યુઝિયમ‘ ના માધ્યમથી પ્રગટ થાય છે, ત્યારે તે માત્ર માહિતી નથી રહેતી, પણ એક પ્રેરણા બની જાય છે.ભુજ ખાતે નિર્મિત સાયન્સ સેન્ટર માત્ર ઇંટો અને પથ્થરોનું માળખું નથી, પરંતુ કચ્છના યુવાનો માટે ‘વિજ્ઞાનનો ગેટવે’ છે. નોધનીય છે કે, ગત રોજ તા. ર૮મી ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દીવસ હતો. આ સમયે ટકોર કરવી જ રહી છે કે, વિજ્ઞાન દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાય જ્યારે સામાન્ય માનવી પણ વિજ્ઞાનના ચમત્કારો પાછળનું તર્ક સમજી શકે. ભુજના સાયન્સ રિઝિનલ સેન્ટર જેવા કેન્દ્રોમાં શિક્ષણ અને મનોરંજન બન્નેને સમાંતર ધ્યાને રાખવામા અવે છે.  આ કેન્દ્ર દ્વારા બાળકોમાં ગોખણપટ્ટીને બદલે ‘શા માટે?’ અને ‘કેવી રીતે?’ પૂછવાની 
વૃત્તિ કેળવાય છે. કચ્છના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આ કેન્દ્રની ભૂમિકા અજોડ છે.વિજ્ઞાન દિવસે કચ્છમાં સાયન્સ ક્ષેત્રે જાગૃતી વધે, ઉત્સાહ કેળવાય તે માટે વીવિધ કાર્યક્રમો થયા જ હશે પરંતુ કચ્છના પરિપ્રેક્ષ્યની જયા સુધી વાત છે ત્યાં સુધી હકીકતમાં કચ્છમાં વીજ્ઞાન દીવસે વધુ એક ઉજળી તક અને સંભાવનાઓની વાત આપણે કરવી છે. કચ્છને માટે હજુય નવું ક્ષેત્ર અને સંભાવનાઓ એસ્ટ્રો-ટુરિઝમના ભાગરૂપે પણ સંભાવનાઓ ધરબાયેલી છે. કચ્છ પાસે એક એવી કુદરતી ભેટ છે જે ભારતના બહુ ઓછા જિલ્લાઓ પાસે છે - ‘સફેદ રણ’ અને ‘પ્રદૂષણ મુક્ત સ્વચ્છ આકાશ’.વિજ્ઞાન ક્ષેત્રે હવે પછીની મોટી સંભાવના ‘એસ્ટ્રો-ટુરિઝમ‘ (ખગોળ પ્રવાસન) છે. કચ્છનું રણ રાત્રિ આકાશના અવલોકન માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે તેમ છે. વિજ્ઞાન એ માત્ર લેબોરેટરીમાં થતા પ્રયોગો નથી, પણ જીવનને જોવાની એક દ્રષ્ટિ છે. કચ્છ મ્યુઝિયમ આપણને ભૂતકાળના ગૌરવની યાદ અપાવે છે, જ્યારે સાયન્સ સેન્ટર આપણને ભવિષ્યના સપના જોતા શીખવે છે. ધરતીથી માંડીને અવકાશ સુધીના વિજ્ઞાનના આ ચમત્કારોને જો આપણે લોકભાગીદારી અને નવા સંશોધનો સાથે જોડીશું, તો ‘વિકસિત ભારત’નું સપનું કચ્છના રણમાંથી જ સાકાર થશે.વિજ્ઞાન એ માનવતા માટે એક સુંદર ભેટ છે, આપણે તેને વિકૃત ન કરવી જોઈએ.તેવુ આપણા દેશના સપુત ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કહી ચુકયા છે જેને આપણે સૌએ સાર્થક કરવાની દીશામાં કચ્છમાથી પણ પહેલ કરવી જોઈએ.


...............


કારકીર્દી - રોજગાર - પ્રવાસન - સ્કાય ફોટાગ્રાફી સહિત કેટકલાય થશે ફાયદા.!

૧. સાયન્સ સેન્ટર અને સ્થાનિક સંગ્રહાલયો આ ક્ષેત્રમાં વધુ સંશોધન અને સુવિધાઓ વિકસાવે, તો યુવાનોને ખગોળ વિજ્ઞાન અને એસ્ટ્રોફિઝિક્સમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહન મળશે  ર. રોજગારીઃ ટેલિસ્કોપ ગાઈડિંગ અને નાઈટ સ્કાય ફોટોગ્રાફી જેવા નવા ક્ષેત્રો ખુલશે. 
૩. વૈશ્વિક ઓળખઃ કચ્છ માત્ર ‘રણોત્સવ’ માટે જ નહીં, પણ ‘તારા દર્શન’  માટે પણ વિશ્વ નકશા પર ચમકી શકે છે.

 

Comments

COMMENT / REPLY FROM