મુંદરામાં ઘંઉ નિકાસનું કાંડ : આ તો માત્ર ‘હિમસીલાની ટોચ’
મુંદ્રા બંદર પર મિસ-ડિકલેરેશન કરનારાઓનો વકરતો અધમ ઘઉંની ગેરકાયદે નિકાસનો કારસો ઝડપાતી વેળાએ સુચક ઈશારો : નિયમોમાં ફેરફારનો ગેરલાભ ઉઠાવી નિકાસકારો સક્રિય; કસ્ટમ અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો
ગાંધીધામઃ મુંદ્રા પોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી નિકાસની આડમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવા સમાન ઘટનાક્રમો બહાર આવાવ પામી રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ નીતિમાં કરવામાં આવેલા ફેરફારના ટૂંકા ગાળામાં જ, મિસ-ડિકલેરેશન દ્વારા ઘઉંનો જથ્થો બહાર મોકલવાની મોડસ ઓપરેન્ડી તેજ બની છે. તે વખતે ફરીથી કસ્ટમ સહીતની એજન્સીઓની ભુમિકાઓ સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. હજુ તો મુંદરા પોર્ટ પર તાજેતરમાં જ દિલ્હી છ્જી ત્રાટકીને નવ કરોડ જેટલા મેડીકલ ડ્રગ્સની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી ગઈ છે તે બાદ ગણતરીના સમયમાં જ અહીથી ઘંઉના નિકાસની ચોકાંવનારી વિગતો સામે આવવા પામી રહી છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો તપાસ દરમિયાન મુંદ્રા પોર્ટ પરથી ૪ ટન ઘઉંનો જથ્થો પકડાયો છે. જોકે, જાણકારોના મતે આ પકડાયેલો જથ્થો તો માત્ર ‘પાસેરામા પુણી સામાન’ અથવા તો મામૂલી કહી શકાય. અસલી ચિંતા એ છે કે, આ રીતે કેટલી માત્રામાં જથ્થો ઓલરેડી સરકી ગયો હશે? ?કેવી રીતે ખેલ ખેલાયો? બિલમાં ‘કરિયાણાની ચીજો’ જાહેર કરીને કન્ટેનર રવાના કરવામાં આવ્યા હતા. સવાલ એ જ થાય છે કે, ક્યાં થઈ ચૂક? ટર્મિનલ સુધી પહોંચ્યા બાદ અને કસ્ટમ અધિકારીઓની મંજૂરી મળ્યા પછી, ઉપલી કક્ષાએથી સૂચના મળતા કન્ટેનર પાછા બોલાવી તપાસ કરતા તેમાં ઘઉં હોવાનું બહાર આવ્યું હતું.એટલે સ્થાનિક અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા રહી છે તેમ માની શકાય.આ સમગ્ર મામલામાં સ્થાનિક તંત્ર અને કસ્ટમ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે ઉપલી કક્ષાએથી કડક તપાસની સૂચના હોય, ત્યારે કસ્ટમ ઓફિસર, પ્રિવેન્ટીવ ઓફિસર કે સુપરિન્ટેન્ડેન્ટ સ્તરે આ કન્ટેનરને ક્લિયરન્સ કેવી રીતે આપી દેવાયું?શું આ અધિકારીઓની મિલીભગત વગર આટલો મોટો જથ્થો ‘મિસ-ડિકલેર’ થઈ શકે?અગાઉ પ્રતિબંધિત દવાઓના કેસમાં પણ બે અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હોવા છતાં, તંત્ર કેમ બોધપાઠ લેતું નથી? મુંદ્રા બંદર પર થતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પણ ઉચ્ચ સ્તરે બેઠેલા જવાબદારોની પણ તટસ્થ તપાસ થવી જરૂરી છે. પકડાયેલો ૪ ટન જથ્થો એ માત્ર એક નાનકડો અંશ છે, તેની પાછળ મોટું નેટવર્ક હોવાની પૂરેપૂરી શક્યતા છે.
.............
ઘંઉ નિકાસનો નવો કારસો
ગાંધીધામ : નિકાસકારોની નવી મોડસ ઓપરેન્ડી પણ અહી સામે આવી રહી છે.સરકારે ઘઉંની નિકાસ માટે ક્વોટા જાહેર કરીને મંજૂરી લેવાનું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ નિકાસકારો મંજૂરી વિના જ સીધો જથ્થો મોકલવા માટે ‘ગ્રોસરી’ કે અન્ય સામગ્રીના નામે ઘઉંની નિકાસ કરી રહ્યા છે. જે દેશની નિકાસ નીતિ અને અર્થતંત્ર સાથે ચેડા સમાન છે.

Comments