Trending News
સ્થાનિક સમાચાર

મિડલ ઈસ્ટ મહાજંગ : હોર્મુસ સમુદ્ર રૂટ બંધ : કચ્છના કંડલા તથા  વાડીનાર બંદરો પર ’હલચલ’, તેલના પુરવઠા પર સંકટના વાદળો

01 March

શું ભારતને ઈસ્ટર્ન રૂટ કે કેપ ઓફ ગુડ હોપ રૂટ અપનાવવાની પડશે ફરજ?




મહાજંગની -ડીપીએ કંડલામાં આડ અસર શરૂ : એમ.વી.પ્રોપલશકિતને જેટી ન. ર પર પ૬૦૦૦ મેટ્રીકટન કલે હર્મીયા યુએઈ પોર્ટ પર રવાના કરવાનુ હતુ, પરંતુ જંગની સ્થિતીએ ડીપીએ-કંડલા પર આ કન્સાઈમેન્ટ એજન્ટે કરી દીધું રદ

આગમી સમયમાં આયાત-નિકાસમાં અહી પડશે મોટી અસર : કેમીકલ-કન્ટેનરાઈઝડ કાર્ગો, ક્રુડ ઓઈલની આયત અટકશે : નિકાસમાં ચોખા-ઘંઉ-ઓટસ સહિતના ફુડ ગેઈન્સની આઈટમની નિકાસ અટકશે



ગાંધીધામ : ઈરાન દ્વારા હોર્મુસ સમુદ્ર રૂટ માં જહાજોની અવરજવર પર પ્રતિબંધના અહેવાલોને પગલે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ખળભળાટ મચ્યો છે. વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો ૨૦% અને ભારતની જરૂરિયાતનું લગભગ ૫૦% ક્રૂડ ઓઈલ આ સાંકડા દરિયાઈ માર્ગે 
પસાર થાય છે. કચ્છમાં પણ મેજરપોર્ટસ કાર્યરત છે અને તેમાં પણ દેશના ઓઈલની મોટી આયાત કંડલા-વાડીનાર જેવા બંદરો પરથી કરવામા આવી રહી છે. એટલે કંડલા અને વાડીનાર બંદરો પર તાત્કાલિક અસર થવા પામી હોય તેવુ માનવુ વધુ પડતુ નહી કહેવાય.ગુજરાતના આ બે મુખ્ય બંદરો ભારતની તેલ આયાતનું પ્રવેશદ્વાર ગણાય છે. આજથઅહી અસરો વર્તાવાની શરૂઆત થઈ છે. પર્સિયન ગલ્ફ (ઈરાક, સાઉદી અરેબિયા, કુવૈત) થી આવતા ઓઈલ ટેન્કરો હોર્મુઝ પર અટકાવી દેવામાં આવતા વાડીનાર પર આવનારા જહાજોના વેઈટિંગ ટાઈમમાં વધારો થઈ શકે છે.સાથોસાથ યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિયાઈ વીમાના દરોમાં ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર કંડલા પોર્ટ પર આવતા લિક્વિડ કાર્ગોના લેન્ડિંગ કોસ્ટ (ઉતરાણ ખર્ચ) પર પડશે.આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ વધતા વાડીનાર અને નાયરા એનર્જી જેવી રિફાઇનરીઓ માટે કાચા માલની પડતર કિંમત વધી છે.
નિષ્ણાતોનો મત અને આગામી પગલાંની વાત જો માનીએ તો બંદર સત્તાવાળાઓ અને શિપિંગ એજન્સીઓ હાલ ’વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારત રશિયા અથવા અમેરિકા પાસેથી વધારાનું ક્રૂડ મંગાવવા માટે ’ઈસ્ટર્ન રૂટ’નો ઉપયોગ વધારી શકે છે. વાડીનાર ખાતેના ઓફશોર ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. હાલમાં દીનદયાળ પોર્ટ (કંડલા) ખાતે અન્ય કાર્ગો જેમ કે કોલસો, મીઠું અને ખાતરનું કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું છે, પરંતુ 
પેટ્રોલિયમ પેદાશો માટે આવતા દિવસો નિર્ણાયક રહેશે.



..................



અસરના ઘાત-પ્રત્યાઘાત.!


ટેન્કરોનું શિડ્યુલ ખોરવાયુંઃ વીમા પ્રીમિયમમાં વધારા : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા : મુખ્ય આયાત દેશો ઈરાક, સાઉદી અરેબિયા, ેંછઈ (સૌથી વધુ અસરગ્રસ્ત) ભારતની નિર્ભરતા કુલ ક્રૂડ આયાતના ૫૦% આ માર્ગેથી આવે છે. : સ્ટોરેજ ક્ષમતા ભારત પાસે આશરે ૭૪ દિવસનો વ્યૂહાત્મક તેલ અનામત જથ્થો ઉપલબ્ધ છે. : વૈકલ્પિક માર્ગ આફ્રિકાના ’કેપ ઓફ ગુડ હોપ’ ફરીને આવતા ૧૫-૨૦ દિવસનો વિલંબ અને ખર્ચ વધશે.


...............

ઓમાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એમ્બેસી દ્વારા એડવાઈઝરી જાહેર

મસ્કત : ઇઝરાયેલ - અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ  સલ્તનત ઓફ ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓમાનમાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સલાહ સૂચના જાહેર કરવામાં આવી છે. દૂતાવાસ દ્વારા જારી કરાયેલ આ એડવાઈઝરી મુજબ તમામ ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા, સતર્ક રહેવા અને પૂરતી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ નાગરિકોને ઓમાનના સ્થાનિક સત્તાધિકારીઓ અને ભારતીય દૂતાવાસ દ્વારા સમયાંતરે આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. કોઈપણ પ્રકારની પૂછપરછ અથવા સહાય માટે ભારતીય નાગરિકો દૂતાવાસના ટોલ ફ્રી નંબર ૮૦૦૭ ૧૨૩૪ અથવા વોટ્‌સએપ નંબર +૯૬૮ ૯૮૨૮ ૨૨૭૦ પર સંપર્ક કરવા સૂચના અપાઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM