વિજ્ઞાન, વાણિજ્ય વ્યવસ્થા અને રસાયણ શાસ્ત્ર નાં પેપર પ્રમાણમાં સરળ
આજથી સીસીટીવી વ્યૂઇંગ કામગીરી શરૂ
ફ્લાઈંગ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડની વિવિધ કેન્દ્રો પર મુલાકાત
કોઈ પણ ગેરરીતિ વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ
ભુજ- કચ્છ ઉદય : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધોરણ ૧૦ ના વિજ્ઞાનની પરીક્ષામાં ૨૫૨૦૧ માંથી ૨૪૫૪૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન માં ૧૫૫૭ માંથી ૧૫૩૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તો સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થામાં ૬૩૦૮ માંથી ૬૨૫૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એસ.એસ.સી. નું વિજ્ઞાન નું પ્રશ્નપત્ર પ્રમાણ માં સહેલું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વાણિજ્ય વ્યવસ્થાનું પણ લાંબું છતાં સારા ગુણ આવે એ પ્રકારનું હોવાનો મત જણાય છે, તો રસાયણ શાસ્ત્રનું પેપર ભૌતિક શાસ્ત્રની માફક બોર્ડના પરિરૂપ મુજબ કઠિનતા મૂલ્ય ધરાવતું અને સરળ ઓબ્જેક્ટિવ પ્રશ્નો ધરાવતું હોવાનું વિદ્યાર્થીઓએ હસતા ચહેરે જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ દ્વારા આજરોજ રાપર અને ભચાઉના સંવેદનશીલ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. ભુજ, માંડવી, નખત્રાણા તાલુકામાં વિજિલન્સ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડની ટીમે નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વધુમાં જણાવ્યું હતું કે આજરોજ સીસીટીવી નિરીક્ષણ નું કાર્ય પણ ૦૩ જગ્યાએ વિવિધ ટીમો દ્વારા ગોપનીય રીતે અને ચોકસાઈ પૂર્વક શરૂ કરવામાં આવેલ છે.

Comments