ગાંધીધામની જૂની સુંદરપુરી પ્રાથમિક શાળાની દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ મુલાકાત લીધી
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલી પીએમ પ્રાથમિક શાળાની તાજેતરમાં દિલ્હીથી પધારેલા જોઈન્ટ સેક્રેટરી ડો. મીનાક્ષી જોલીએ વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણી તથા બીટ કેળવણી નિરીક્ષક હિમાંશુભાઈ સીજુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શાળાની વિવિધ શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ સંવાદ સાધ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૂની સુંદરપુરી જેવા શ્રમિક વિસ્તારમાં આ શાળા બાળકોના ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અંતમાં આચાર્ય હિરેનભાઈ પંચાલ અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી આગામી સમયમાં શાળાની પ્રગતિ માટે પૂર્ણ સહયોગની ખાતરી સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------

Comments