સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાશે
ભુજ - કચ્છઉદય : કચ્છ લોકસભા દ્વારા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે કચ્છના સરહદીય વિસ્તારના શાળાના વિધાર્થીઓ સંગ ભુજ તાલુકાનાં કુરન ગામે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. હોળી રંગરાગ અને આનંદનો તહેવાર છે. સમગ્ર દેશમાં હોળીનો તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પવિત્ર તહેવાર અબીલ - ગુલાલની છાળો ઉડાવીને ઉજવણી કરવામાં આવે છે. સાંસદ વિનોદભાઇ ચાવડા તારીખ ૨-૩-૨૦૨૬ના સોમવાર સવારે ૧૦ વાગ્યે ભુજના કુરન ગામે બાળકો સાથે રંગોત્સવ સાથે સ્વચ્છતા કીટ, નોટબુક, પેન સાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરશે.
----

Comments