કાસેઝ ડીસીશ્રી પાટીલ ગોર ફરમાવે : ઝોનની સુરક્ષા વ્યવસ્થાઓ સીઆઈએસએફને સોપો..!
સોપારી-કેબલો બાદ હવે લીકરની તસ્કરી..!
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં સલામતી વ્યવસ્થાઓમાં મોટા છીંડા હોવાની ચાડી ખાતી વધી રહી છે ઘટના : ડીસીશ્રી ચિંતા કરે અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરે : તો જ યુનિટધારકો, ટ્રેડર્સ અને દેશની સલામતી પર તોળાતું જોખમ અટકશે
અમુક પ્રાઈવેટ સિકયુરીટીવાળાઓની ભુમિકા અગાઉ પણ કાસેઝમાં આવી ચુકી છે ગંભીર વિવાદોમાં, એ પછી લાસ્પીરીટ યુનિટમા કસ્ટમ-ડીઆરઆઈએ સિઝ કરીને રાખેલી ૧૦ લાખની સિગારેટની ચોરીની વાત હોય કે પછી ગોવિંદજી ભાણજીના યુનિટમાથી લીકરની ચોરીની ઘટના જ કેમ ન હોય..! સીઆઈએસફ મુકાશે તો જ ઝોનની સલામતી બનશે સજજડ
ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપે છે, તે અત્યારે સુરક્ષાના ગંભીર પ્રશ્નોથી ઘેરાયેલું છે. અગાઉ સોપારી અને કેબલોની તસ્કરીના કિસ્સાઓ બાદ હવે લિકર (દારૂ) ની તસ્કરીના બનાવોએ વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ઝોનની સલામતી વ્યવસ્થામાં જોવા મળતા મોટા છિદ્રોને કારણે હવે એવી માંગ પ્રબળ બની છે કે કાસેઝની સુરક્ષા કોઈ પ્રાઈવેટ એજન્સીના બદલે કેન્દ્રીય એજન્સી CISF (CENTRAL INDUSTRIAL SECURITY FORCE ) ને સોંપવી અનિવાર્ય છે.પ્રાઈવેટ સિક્યુરિટીની શંકાસ્પદ ભૂમિકા અને વિવાદો ચર્ચાના વમળો સર્જતા જ રહે છે.ઝોનમાં સુરક્ષા માટે તૈનાત પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓની ભૂમિકા અગાઉ પણ અનેકવાર વિવાદોના ઘેરામાં રહી છે. અનેક ગંભીર ઘટનાઓ તેની સાક્ષી પૂરે છે. કસ્ટમ અને DRI દ્વારા સીઝ કરીને રાખવામાં આવેલી અંદાજે ૧૦ લાખની કિંમતની સિગારેટની ચોરી થઈ જવી તે સુરક્ષા વ્યવસ્થા પર મોટું કલંક જ હતુ અને તે વખતે સિકયુરીટીવાળા બે કર્મીઓની ભુમિકા પોલીસ ચોપડે જ બહાર આવવા પામી ગઈ હતી. એટલે કે સિકયુરીટીના
કર્મચારીઓની મીલીભગતથી જ ડીઆરઆઈ જેવી એજન્સીએ સિઝ કરેલ સિગારેટ જેવી નાની સુની નહી પણ ૧૦ લાખની મુદામાલની ચોરી કરવાની ઘટના બની જ ચુકી છે. તે બાદ થોડા જ સમયમાં કાસેઝમાં લિકરની તસ્કરીની ઘટના પણ બનવા પામી હતી. ગોવિંદજી ભાણજીના યુનિટમાંથી લિકરની ચોરી થવાની ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ સજ્જડ રહેલી લાગે છે. કાસેઝમાં આ રીતે સુરક્ષા વ્વયસ્થા અથવા તો સિકયુરીટીાવાળઓની બેદરકારી હોય તે ખરેખર તો રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન જ કહી શકાય તેમ છે. ઝોનમાં અનેક કિંમતી વસ્તુઓની આયાત-નિકાસ થાય છે. જો આ જ રીતે તસ્કરીઓ થતી રહેશે, તો ભવિષ્યમાં તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.સોપારી, સિગારેટ અને હવે લિકરની તસ્કરી બાદ હવે જો તંત્ર નહીં જાગે તો
કાસેઝની શાખને મોટું નુકસાન થવાની ભીતિ છે. ડીસી શ્રી પાટીલ અને ઉચ્ચ સત્તાધીશો આ મામલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી તત્કાલ પ્રભાવથી CISE ની તૈનાતી કરાવે તે સમયની માંગ છે.
..................
CISF ની નિયુક્તિ જ એકમાત્ર ઉકેલ?
વધતી જતી ચોરીઓ અને તસ્કરીઓને રોકવા માટે હવે કડક નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે. આમ થશે તો સજ્જડ સલામતી પણ થશે.ઝ્રૈંજીહ્લ જેવી તાલીમબદ્ધ ફોર્સ પાસે અદ્યતન ટેકનોલોજી અને શિસ્તબદ્ધ જવાનો હોય છે, જે ચોરીની શક્યતા નહિવત કરી દે છે. જો સુરક્ષા કેન્દ્રીય એજન્સીના હાથમાં હશે, તો ટ્રેડર્સ અને યુનિટધારકો નિર્ભય બનીને પોતાનો વેપાર કરી શકશે.પ્રાઈવેટ ગાડ્ર્સની મિલીભગતની જે ફરિયાદો ઉઠે છે, તેના પર ઝ્રૈંજીહ્લની હાજરીથી લગામ આવશે.
..................
CISF ન લાવી શકો તો પ્રવેશની
કડક પ્રક્રીયા તો અમલી બનાવો..!
ચોર-તસ્કર તત્વો ચાલીને અંદર નથી ઘુસતા, જે કિસ્સાઓ બન્યા છે, તેમાં વાહનો-ગાડી-છકડા, લોડર લઈને અંદર આવી જાય છે? આ કેવી રીતે બની શકે?
ગાંધીધામ : કાસેઝમાં સલામતી વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થવા પામી રહ્યા હોય તેવી ઘટનાઓ બને છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીને લાવવી જોઈએ તેવી માંગ પ્રબળ બની રહી છે. જો આમ ન થઈ શકતુ હોય તો હાલમા પ્રવેશના નિયમો તો ખુબજકડક કરવા જ જોઈએ. ચોરી-તસ્કરીની જે ઘટનાઓ બની રહી છે તેમાં તસ્કરો ચાલીને અંદર નથી આવતા, વાહનો સાથે અંદર ઘુસી આવતા હોવાનુ રેકર્ડ પર અવે છે. ભાણજી ગોવિદજીવવાળા પ્રકરણમાં પણ રાજકીય ટેગવાળી ઈનોવા ગાડી અંદર સુધી આવી ગઈ હતી. આ બધુ કેવી રીતે બની જાય છે? ડીસી અને ઝોન પ્રશાસને આ બાબતે ગંભીર બનવુ જ ઘટે.
..................
રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં? કયારેક ડ્રગ્સ-
હથિયાર-દારૂગોળો ન આવી જાય.?
’
ગાંધીધામ : જો સોપારી અને લીકર જેવી ચીજોની આ રીતે તસ્કરી થઈ શકતી હોય, તો ભવિષ્યમાં કોઈ જોખમી ચીજવસ્તુઓની હેરાફેરી નહીં થાય તેની શું ગેરંટી? વારંવાર વિવાદોમાં આવતી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓના બદલે ઝોનની સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રીય એજન્સી (CISF) ને સોંપવામાં તંત્રને શું નડે છે?
................
કાસેઝ માંથી મોંઘેરો શરાબ ચોરનારા કિડાણાના ત્રણ શખ્સો પકડાયા
ગાંધીધામ - કચ્છ ઉદય : કંડલામાં આવેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન જેને સુરક્ષાની દૃષ્ટીએ મજબૂત માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્થળે ચોરી સહિતની ઘટનાઓ બેફામ બની રહી છે. વિદેશથી આવતા માલ, સામાનમાં મિલાવટ, ચોરી સહિતની પ્રવૃત્તિ થઈ રહી છે. તાજેતરમાં આધોઈ પાસે પકડાયેલી સોપારીકાંડમાં કાસેઝની ભૂમિકા સામે આવી હતી. જે બાદ હવે અહીં વેર હાઉસમાં રાખેલો મોંઘેરો શરાબ ચોરાઈ ગયો છે. જેમાં બી-ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી મૂળ જામનગરના હાલે ગાંધીધામમાં રહેતા અમીતભાઈ જયસુખભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે ૧૯ જાન્યુઆરીથી ર૪ ફેબ્રુઆરી દરમિયાન આ બનાવ બન્યો હતો. વેર હાઉસ ઘણા સમયથી ખોલ્યો ન હતો. જેથી દિલ્હીથી શેઠ આવ્યા બાદ લીકરની ગણતરી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોઈ ચોર ઈસમોએ ફરિયાદીના વેરહાઉસની બાજુમાં આવેલ એસઆર બ્રધર નામના બંધ વેર હાઉસનું સાઈડનું શટર તોડી તેમાં પ્રવેશી આ એસઆર બ્રધર તથા ફરિયાદીના વેર હાઉસની વચ્ચેની દીવાલમાં બાકોરૂં પાડી વેર હાઉસમાં રાખવામાં આવેલ દારૂની ચોરી કરી હતી. વિદેશથી મંગાવેલી અલગ અલગ બ્રાન્ડની લિકર અહીં રાખવામાં આવી હતી. કુલ ૬૪,ર૦૦ની અલગ અલગ ર૪૦ બોટલની ચોરી કરવામાં આવતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધા હતા. જેમાં કિડાણાના સલીમ ઉર્ફે ભુરો આમદ કકલ, ઈમરાન નુરમામદ ચાવડા અને ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડાની અટક કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી ૧૯,૪પ૦ની દારૂની ૧ર૦ બોટલ કબજે કરવામાં આવી હતી, જ્યારે અન્ય પાંચ શખ્સોના નામ સામે આવ્યા છે. જેમાં લિયાજત કાસમ ચાવડા, હનીફ હુશેન મંઢા, ગફુર હાસમ ચાવડા, ઉમર ઉર્ફે કારો હુશેન ચાવડા, કાસમ આમદ ખારાનો સમાવેશ થાય છે. આ પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ એસ.વી. ગોજિયા સાથે પીએસઆઈ એલ.એન. વાઢિયા અને સ્ટાફના માણસો જોડાયા હતા.
...........................
રાષ્ટ્રીય હિતના સમાચારોમાં કચ્છઉદય બન્યું ફરી અગ્રેસર
કાસેઝમાં વિદેશથી વસ્તુઓ આયાત કરી રીપ્રોસેસ કરી અને વિદેશી હુંડીયામણ લાવી દેશના આર્થિક ભંડોળમાં મોટો ફાળો અપાઈ રહ્યો છે. કાસૈઝમાં પાછલા કેટલાક સમયથી તસ્કરી-ચોરી-આયોજનબદ્ધ હેરફેર ખુબ વધી રહી હોવાની લાલબત્તી ધરતો કિસ્સો કચ્છઉદય દ્વારા તાજેતરમાં જ તા.૨૬-૨-૨૦૨૬ના પાના..નં.૪ પર કાસેઝમાં હવે ૧ યુનિટમાથી લીકરની ચોરીનો અહેવાલ આગોતરો રજુ કરવમા આવ્યો હતો. જે અહેવાલ પ્રસીદ્ધ થયા બાદ હવે પોલીસ મથકે તેની સત્તાવાર ફરીયાદ નોધાઈ છે. આમ રાષ્ટ્રીય હિતના અહેવાલોમાં કચ્છઉદય ફરી એક વખત અગ્રેસર ભુમિકા ભજવતું પુરવાર થયું છે.
.......................
વહીવટી તંત્ર સામે વેધક સવાલો
૧.નિષ્ફળતા છતાં પ્રાઈવેટ એજન્સી કેમ?ઃ વારંવાર ચોરીના બનાવો છતાં હજુ સુધી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મોટો ફેરફાર કેમ કરવામાં આવ્યો નથી? ર. મિલીભગતની તપાસ ક્યાં?ઃ યુનિટમાં સિક્યુરિટી ગાડ્ર્સ હોવા છતાં ચોરી થાય છે, તો શું અત્યાર સુધી કોઈ ગાર્ડ કે એજન્સી સામે કડક પગલાં લેવાયા છે? ૩. સુરક્ષા કેન્દ્રને સોંપવામાં વિલંબ કેમ?ઃ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આ મુદ્દે ઝ્રૈંજીહ્લ ની નિયુક્તિ માટેની પ્રક્રિયાને વેગ કેમ આપવામાં આવતો નથી?

Comments