Trending News
સ્થાનિક સમાચાર

ધાણીથર અને પલાંસવામાંથી ગાંજો પકડાયો 

28 February



રેન્જ પોલીસે કરેલી કામગીરી બાદ વાગડમાં સ્થાનિક પોલીસને હવે ગાંજો યાદ આવ્યો 

ગાંધીધામ  - કચ્છ ઉદય : રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ગામે બોર્ડર રેન્જ પોલીસે ૯ કરોડથી વધુના ગાંજાના એક લાખ છોડ કબજે કર્યા બાદ સ્થાનિક પોલીસની બેદરકારી ઉજાગર થઈ છે ત્યારે વાગડમાં પોલીસને હવે ગાંજો યાદ આવી રહ્યો છે. ગત રોજ લાકડિયા પોલીસે જુના કટારિયામાં મહિલાના ઘરમાંથી ૧.૭૧ લાખનો ગાંજો કબજે કર્યો હતો. જે બાદ હવે ગાગોદર પોલીસે ધાણીથર ગામના પધરોડા વાડી વિસ્તારમાંથી ગાંજાના છોડ કબજે કર્યા હતા. હરેશભાઈ ખોડાભાઈ કોલીના કબજાના ખેતરમાં મકાનની આગળ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. ૩૭,૩૦૦ ના ૧૪ છોડ કબજે કરી ગાગોદર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેની ક્રોસ તપાસ લાકડિયા પીઆઈ વી.પી. આહિરને સોંપવામાં આવી છે. આ તરફ આડેસર પોલીસે પલાંસવા ગામે ઉમટવાસમાં આવેલા મકાનમાં દરોડો પાડી હેરકટીંગનું કામ કરતા ઈશ્વરભાઈ ગાભાભાઈ ચૌહાણના ઘરમાંથી ૬૭૦ ગ્રામ સુકો ગાંજો તથા વનસ્પતીના બી મળી ૩૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આડેસર પોલીસે ગુનો દાખલ કરી ક્રોસ તપાસ ગાગોદર પીઆઈ એમ.એન. દવેને સોંપવામાં આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM