ભારતીય રેલ્વેએ ઓટોમોબાઇલ લોજિસ્ટિક્સમાં ૧૦ વર્ષમાં નોંધાવી ૨૦ ગણી વૃદ્ધિ
અમદાવાદ : વિશ્વ સ્તરે ઓટોમોબાઇલ પરિવહનમાં રેલ એક ઝડપથી ઉભરતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. માર્ગ, રેલ અને સમુદ્રી પરિવહન વચ્ચે સંતુલન સાધતા અનેક દેશો હવે ઓછી કિંમત, ઓછું કાર્બન ઉત્સર્જન અને ઉચ્ચ કાર્યક્ષમતા જેવા કારણોસર રેલ આધારિત લોજિસ્ટિક્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. ભારતમાં પણ આ પરિવર્તન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
સડક પરિવહન પરની અતિ નિર્ભરતા ઘટાડતાં, ભારતીય રેલ્વેએ (ખાસ કરીને અમદાવાદ રેલ મંડળે) કારોના પરિવહનમાં પોતાની હિસ્સેદારી છેલ્લા એક દાયકામાં ૧% થી વધારીને ૨૪% થી વધુ કરી છે. છેલ્લા દસ વર્ષોમાં ભારતીય રેલ્વેએ રેલ આધારિત ઓટોમોબાઇલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે, જેમાં વર્ષ ૨૦૧૩ પહેલાંની સ્થિતિ (લગભગ ૨૦૧૦ - ૨૦૧૩) રેલ હિસ્સેદારી લગભગ ૧% થી ૧.૫%, માર્ગ હિસ્સેદારી લગભગ ૯૮%, વાર્ષિક પરિવહન આશરે ૪૦,૦૦૦ - ૬૦,૦૦૦ કાર પ્રતિ વર્ષ, મર્યાદિત ઓટોમોબાઇલ વેગન, ખાનગી રેલવે સાઇડિંગનો અભાવ અને કંપનીઓની ટ્રકો પર નિર્ભરતા. તે સમયગાળામાં મારૂતિ સુઝૂકી જેવી અગ્રણી કંપનીઓ પણ માર્ગ પરિવહનને જ પ્રાથમિકતા આપતી હતી.
વર્તમાન સ્થિતિ (ર૦ર૩-રપ) દરમિયાન રેલ હિસ્સેદારી ૨૦% થી ૨૪% સુધી, રેલ દ્વારા પરિવહન આશરે ૧૦ લાખ (૧ મિલિયન) થી વધુ કારો પ્રતિ વર્ષ, ૨૦૧૩ની સરખામણીએ આશરે ૨૦ ગણી ઐતિહાસિક વૃદ્ધિ થઈ છે જેમાં વર્ષ વાઈઝ રેલવેનું પરિવહન જોઈએ તો વર્ષ ૨૦૧૦માં ૧% - ૪૦,૦૦૦ કારો, ૨૦૧૩માં ૧.૫% ૬૦,૦૦૦ કારો, ૨૦૧૬માં ૫% ૧.૫ લાખ, ૨૦૧૯માં ૧૦% ૩ લાખ, ૨૦૨૨માં ૧૮% ૭ લાખ અને વર્ષ ૨૦૨૪ - ૨૫માં ૨૦ - ૨૪% ૧૦ લાખ+ કારોનું પરિવહન કરવામાં આવેલ છે. ‘ઓટોમોબાઇલ ફ્રેટ ટ્રેન ઓપરેટર’ યોજના હેઠળ ખાનગી કંપનીઓને વિશેષ વેગન ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા આ વેગન એક જ ટ્રેનમાં ૨૫૦થી ૩૦૦ કારો પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત (હંસલપુર), માનેસર અને ચેન્નાઈ જેવા ઓટોમોબાઇલ હબમાં સીધી પ્લાન્ટ સુધી રેલવે લાઇન બિછાવવામાં આવી છે. માર્ગ પરિવહનની સરખામણીએ રેલ પરિવહન ૧૫ - ૨૦% વધુ સસ્તુ છે અને તેમાં ૬૦ - ૭૦% ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ ૪૫ - ૫૦ લાખ કારોનું ઉત્પાદન થાય છે. રેલ્વેનો લક્ષ્ય ૨૦૩૦ સુધી પોતાની હિસ્સેદારીને ૩૫% સુધી લઈ જવાનો છે.
----
ગુજરાતનો હંસલપુર પ્રોજેકટ બન્યો વૈશ્વિક બેન્ચમાર્ક
અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલ મંડળ હેઠળ હંસલપુર (ગુજરાત) ખાતે આવેલ પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ હવે વૈશ્વિક સ્તરે એક બેન્ચમાર્ક બની ગયો છે. ઉપલબ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ છે. હંસલપુર સ્થિત આ રેલવે સાઇડિંગ અમદાવાદ મંડળ હેઠળ સંચાલિત રેલ નેટવર્ક સાથે જોડાયેલ છે. તેના માધ્યમથી મોટા પ્રમાણમાં વાહનોનું પરિવહન રેલ દ્વારા શક્ય બન્યું છે, જેના પરિણામે રેલવેની માલવહન ક્ષમતા, કાર્યક્ષમતા અને ઉપયોગિતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોજેક્ટ દ્વારા લગભગ ૧.૭ લાખ ટન ર્ઝ્રં૨ ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અનુમાન છે. આથી અમદાવાદ મંડળના માલવહન આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રેલ પરિવહન માર્ગ પરિવહનની તુલનામાં ૧૫ - ૨૦% સસ્તુ છે તેમજ ૬૦ - ૭૦% ઓછું કાર્બન ઉત્સર્જન કરતું માધ્યમ છે. આ પ્રોજેક્ટ પીએમ ગતિ શક્તિ હેઠળ વિકસિત મલ્ટી-મોડલ અવસંરચનાનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં રેલવે લોજિસ્ટિક્સની કેન્દ્રીય અને અસરકારક ભૂમિકા છે. તેના પરિણામે ઔદ્યોગિક વિસ્તારોને ઝડપી, સરળ અને એકીકૃત કનેક્ટિવિટી પ્રાપ્ત થાય છે. રેલવેના માલ આવકમાં વધારો થાય છે. માર્ગો પર ટ્રાફિકનું દબાણ ઓછું થાય છે, લોજિસ્ટિક્સ વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય બને છે. પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય ઔદ્યોગિક એકમો માટે પણ પ્રેરણાસ્રોત સાબિત થશે. તેના પરિણામે અમદાવાદ રેલ મંડળમાં વધુ પ્રાઈવેટ ફ્રેઇટ ટર્મિનલ અને રેલવે સાઇડિંગના વિકાસની સંભાવનાઓ મજબૂત બનશે, જેના કારણે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. ૨૦૧૩ સુધી રેલની હિસ્સેદારી માત્ર ૧% હતી, જે આજે ૨૦ ગણો વધીને ૨૪% થી વધુ થઈ ગઈ છે. આ પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ અને રેલવેની ઉદ્યોગ - મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ છે. અમદાવાદ રેલ મંડળ માટે આ ઉપલબ્ધિ માત્ર આવકમાં વૃદ્ધિનું પ્રતિક નથી, પરંતુ ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે. માર્ગથી રેલ તરફનો આ ‘મોડલ શિફ્ટ’ આર્થિક રીતે લાભદાયી હોવા ઉપરાંત પર્યાવરણને અનુકૂળ પણ છે. અમદાવાદ રેલ મંડળના નેતૃત્વ હેઠળ ગુજરાતના ઓટોમોબાઇલ હબ હવે વૈશ્વિક સ્તરે ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ના મોડેલ તરીકે ઉભરી રહ્યા છે.
-------

Comments