Trending News
સ્થાનિક સમાચાર

આહીર સમાજની ગર્જના : ભારાપરની સાલ સ્ટીલના ઝેરી પ્રદુષણને બંધ કરો : પ્લાન્ટને તાળા મારો

27 February



ભારાપરમાં કાર્યરત સાલ સ્ટીલ કંપનીના પ્રદુષણની સામે આસપાસના ગ્રામજનો-ભોગગ્રસ્તોમાં ભારોભાર જનાક્રોશ : મનપાતત્રને આપ્યું આવેદન : મોટી સંખ્યામં લોકો જોડાયા : પવિત્ર ધાર્મિક સ્થાનક તથા આસપાસના ગામો પર કંપનીના પ્રદુષણથી કાળી રાખનુ ફેલાયું છે સામ્રાજય

ગાંધીધામઃ ભારાપર-ગાંધીધામ સ્થિત જીછન્ જી્‌ઈઈન્ ન્‌ડ્ઢ. દ્વારા ફેલાવવામાં આવતા ભયાનક પ્રદૂષણ સામે સ્થાનિક રકશા અને જનહિતમાં ‘શ્રી ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સ આહીર યાદવ સમાજ’ મેદાને આવ્યો છે. સમાજના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકા તંત્રને આવેદનપત્ર 
પાઠવી કંપનીના કારણે ફેલાતા જીવલેણ પ્રદૂષણને તાત્કાલિક અટકાવવા અથવા પ્લાન્ટ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાલ સ્ટીલ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતા ડ્ઢઇૈં (સ્પોન્જ આયર્ન), ફેરો એલોય અને પેલેટ પ્લાન્ટ્‌સમાંથી સતત ઝેરી ધુમાડો અને રાખનું ઉત્સર્જન થઈ રહ્યું છે. જેના કારણે નીચે મુજબની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છેઃ સમગ્ર વિસ્તારની આસ્થાના પ્રતીક સમાન પૂજ્ય સંત શ્રી હાજલ દાદાના મંદિર અને 
પવિત્ર પરિસરમાં સતત કાળી રાખ અને લોખંડના રજકણો જમા થઈ રહ્યા છે, જેનાથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  કિડાણા, ભારાપર, અંતરજાળ અને રામપર જેવા આસપાસના ગામોમાં વસતા હજારો પરિવારોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.  આરોપ છે કે કંપની દ્વારા વીજળી બચાવવા કે અન્ય કારણોસર એર ફિલ્ટરેશન પ્લાન્ટ નો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો નથી અને પર્યાવરણના તમામ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આવેદનપત્રમાં આહીર યાદવ સમાજ દ્વારા તંત્ર સમક્ષ કડક માંગણીઓ મૂકવામાં આવી છેઃકોઈ તટસ્થ એજન્સી દ્વારા પ્લાન્ટના ઉત્સર્જન સ્તરની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. મંદિર પરિસર અને રહેણાંક વિસ્તારોમાં સતત એર ક્વોલિટી મોનિટરિંગ મશીનો મૂકવામાં આવે. જો કંપની પ્રદૂષણ નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય, તો તાત્કાલિક અસરથી ‘ક્લોઝર ઓર્ડર’ આપી પ્લાન્ટ બંધ કરાવવામાં આવે.આહીર સમાજે તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, આ પ્લાન્ટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતો હોવાથી તંત્રએ લોકોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જો વહેલી તકે આ પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો આહીર સમાજ અને સ્થાનિક ગ્રામજનો કાયદેસરના માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવા મજબૂર બનશે.
આવેદનપત્ર આપતી વખતે શ્રી હાજલ દાદા સેવક ગણ- ભા૨ા૫૨, શ્રી કિડાણા સમસ્ત ગ્રામજનો, શ્રી અંત૨જાળ સમસ્ત ગ્રામજનો, શ્રી શીણાય સમસ્ત ગ્રામજનો જેમા 
આદિપુર ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ આહિર સમાજના હોદ્દેદાર લખુભાઈ આહિર,  વિનોદ ભાઈ આહિર, અરજણ ભાઈ આહિર, મિહિર તેજાભાઈ કાનગડ,  હમીર ભાઈ આહિર,  રમેશ દેવા આહીર, દેવજી અરજણ આહીર,શિવજી હમીર ભાઈ આહીર,  હરીશ વેલજી ભાઈ આહીર,  સામજી ભાઈ તેજા ભાઈ આહીર, સામજી નારણ ભાઈ આહીર,  દીપક 
પુના ભાઈ આહીર ,દીપક કરસન ભાઈ આહીર,  નીતિન દેવરાજ આહીર હાજર રહ્યા  હતા.


 

Comments

COMMENT / REPLY FROM