આદિપુર GIDC માં દબાણકર્તાઓના સામ્રાજ્ય પર ફરી વળ્યું સરકારી બુલડોઝર!
પોલીસનો લોખંડી બંદોબસ્ત અને મનપાનું આક્રમક વલણઃ દબાણોનો સફાયો
૨ પ્લોટ - અંદાજે ૫૦૦૦ ચોરસ મીટર કિંમત - ૧૨ કરોડ અને રોડ માર્જિનમાં અંદાજે ૨૦૦૦૦ ચોરસ મીટર જમીન કુલ મળીને ૧૨૫થી વધુ અલગ અલગ દબાણો દૂર કરાયા
ગાંધીધામ : આજે મનપા દ્વારા આદિપુર ય્ૈંડ્ઢઝ્ર ૧-મ્ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ આપવામાં આવેલી નોટિસના અનુસંધાને તંત્ર દ્વારા અંદાજે ૧૦૦ થી ૧૨૦ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી દરમિયાન ડેપ્યુટી કમિશ્નર મેહુલ દેસાઈ, ડેપ્યુટી કમિશ્નર સંજય રામાનુજ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી સહિત મનપાની સમગ્ર ટીમ સ્થળ પર હાજર રહી હતી.સાથે સાથે ઁય્ફઝ્રન્,
પાણી પુરવઠા વિભાગ, લાઈટ વિભાગ, આરોગ્ય વિભાગ, જીઇઝ્ર તેમજ અન્ય સંબંધિત વિભાગોની ટીમો પણ કામગીરીમાં જોડાઈ હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તે માટે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

Comments