Trending News
સ્થાનિક સમાચાર

કચ્છથી ચંદીગઢ દારૂ નેટવર્ટ પર SMC ત્રાટકી 

27 February



ગાંધીધામના બુટલેગરનું નેટવર્ક ધ્વસ્તઃ જેતપુર ટોલપ્લાઝા પાસે શ્રી રોયની ટીમ શ્રી ગલચરનો સપાટા : ૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત : ગાંધીધામનો કુખ્યાત બુટલેગર શિવરાજસિંહની શોધખોળ શરૂ : તેના બે સાગરીતો જેલના સળીયા પાછળ


પૂર્વ કચ્છમાં બેનામી ધંધા-દારૂનું નેટવર્ક ધમધમી જ રહ્યુ છે, ધંધાઓ બંધ જ નથી રહ્યા, બુટલેગરો સાથે બની ગયેલી ભ્રષ્ટ સિન્ડીકેટને તોડવી જ પડશે : ઉચ્ચ અધિકારિઓ પ્રમાણિક અને તટસ્થ છે, પરંતુ આ ભ્રષ્ટ સિન્ડીકેટ તેમને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહી છે, ધંધાઓ બંધ હોવાનું દેખાડી રહી હોવાનુ થાય છે ફલિત, ગાંધીધામનું કનેકશન રાજકાટેના દારૂ કેસમાં ખુલ્યુ, તો સ્થાનિકવાળા આવા માથાભારે બુટલેગરોને કેમ નથી પકડી શકતા કે નથી પકડતા? અશોક મામાનો પણ મોટો દારૂ એસએમસી પકડી ગઈ, હવે શિવરાજનો દારૂ રાજકોટ પાસે પકડાયા છે, એલસીબીવાળા સહિતના અમુક તત્વો શું કરી રહ્યા છે?



ગાંધીધામ - કચ્છ ઉદયઃ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એ રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં પીઠડિયા ટોલપ્લાઝા પાસે એક મોટી રેડ કરીને દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચંદીગઢ અને પંજાબથી સપ્લાય કરવામાં આવતો ૫૧.૯૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.આ સમગ્ર રેકેટમાં ગાંધીધામ (કચ્છ) ના લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતનું નામ મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યું છે. જીસ્ઝ્ર એ સ્થળ પરથી 
૫ આરોપી ઓની ધરપકડ કરી છે, જેમાં ગાંધીધામના હર્ષવર્ધન શેખાવત અને મનીષ પારગીનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી શિવરાજસિંહ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જીસ્ઝ્ર ની ટીમે દરોડા દરમિયાન કુલ ૨૫,૯૨૦ વિદેશી દારૂની બોટલો, બે મોટા વાહનો (ટ્રક), ૫ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૮૬,૩૩,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો જેતપુર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ધરપકડ કરાયેલ આરોપીઓમાં નૌશાદ ઈશાકખાન (રાજસ્થાન), ખાલીન ખુશીદખાન (હરિયાણા), હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત (ગાંધીધામ, કચ્છ),મનીષ દેવીલાલ પારગી (ગાંધીધામ, કચ્છ)નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજા (પડધરી, રાજકોટ), જીસ્ઝ્ર ના ઁજીૈં એસ.વી. ગલચર અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડીને દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાલમાં ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


................

૧પ દિવસમાં એસએમસીની પાંચમી કાર્યવાહી :  


• ૧૪ ફેબ્રુઆરીના એસએમસીએ માળિયા મિયાણા નજીકથી ૧.૩૮ કરોડનો દારૂ પકડ્યો હતો. જે સામખિયાળી સુધી પહોંચાડી ત્યાંથી આગળ મોકલવાનો હતો.  • ૧પ ફેબ્રુઆરીના એસએમસીએ અંજાર પોલીસની હદમાં આવતા વરસાણા પાસે ચોખાની આડમાં પહોંચેલો ર.૦૬ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.  • ર૦ ફેબ્રુઆરીના પદ્ધર પોલીસની હદમાં આવતા વડવાળા ગામે કટીંગ થતો ચાર કરોડનો દારૂ પકડાયો હતો. • ર૩ ફેબ્રુઆરીના એસએમસીએ ભચાઉ પોલીસની હદમાં વોંધ ગામના તળાવ પાસે સોયાબીનની આડમાં આવેલો અને કટીંગ થતો ૧ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM