Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખાખી-બેનામી ધંધાર્થીઓની વકરેલી સિન્ડીકેટ તોડો : જિલ્લા બહાર ફેકાયેલા ફરી-ફરીને કેમ કચ્છમાં જ ગોઠવાય છે ?

27 February



પંજાબથી મુંદરા રેલવે મારફતે કરોડોનો દારૂ આવ્યો, સુરતથી રાજયભરમાં ઠલવાયોની ચર્ચા, એસએમસી ટુકાગાળામાં આખાય કચ્છમાથી કરોડોનો દારૂ ઝડપી જાય, વાગડમાંથી કરોડોના ગાંજાનું વાવેતર ઝડપાવવાની ઘટનાને હળવાશથી ન લેવી ઘટે : હવે વિચારવુ રહ્યુ કે, સારા ઉચ્ચ અધિકારીઓ છતા કચ્છમાં કેમ આવા બેનામી ધંધાઓ ફાટી નીકળ્યા છે? કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કડક-તટસ્થ છે, બન્ને એસપીશ્રીઓ પણ કાયદાનિષ્ઠ છે, તો પછી તેમને ગેરમાર્ગે દોરે કોણ છે?

જિલ્લા બહાર બદલાયેલા અમુક ખાખીવાળા ફરી ફરીને ટુંકાગાળામાં જ કચ્છમાં કેવી રીતે ગોઠવાઈ જાય છે? ૧ નિષ્ઠાવાન અધિકારી આવા અમુક તત્વોને જિલ્લા બહાર ફેકે છે, અને આ તત્વો ગોઠવણથી ફરી કચ્છમાં જ આવી જાય છે, આવા તત્વોની સુચી તૈયાર કરો અને તેમનં કચ્છ બહાર જ તગેડી મુકો, જયા સુધી આમ નહી થાય ત્યા સુધી કચ્છમાં સારા અધિકારીઓની કામગીરી પર પણ ફરતુ રહેશે પાણી? જાણકારોનો ઈશારો : એક આઈજીશ્રીએ તો કચ્છમાં ૧પ જેટલા આવા અમુક તત્વોની યાદી પણ બન્ને એસપીશ્રીઓને આપી અને તેમને મહત્વના પદ ન આપવાની કડક તાકીદ કરી હતી, છતા પણ આ તત્વો પૈસાના જોરે ફરી ફરીને ગોઠવાઈ જ જતા હોવાની સર્જાય છે સ્થિતી? વિચાર તો કરો કે 
આઈજીશ્રીના આદેશને પણ આવા અમુક બની બેઠેલાઓ ગાંઠતા જ નથી?


ખાટલે મોટી ખોટ : જિલ્લા બહાર બદલાયેલા અમુક ખાખીધારીઓ ફરી ફરીને ટૂંકા ગાળામાં કચ્છમાં જ કેમ ગોઠવાઈ જાય છે? શું ઉચ્ચ અધિકારીઓના આદેશો કરતા ‘ગોઠવણ’ વધુ પ્રબળ છે?



ગાંધીધામ : કચ્છ જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત ચીજવસ્તુઓના નેટવર્ક ફાલી ફુલી રહ્યા છે. પંજાબથી રેલવે માર્ગે ૨૦ કરોડથી વધુનો વિદેશી દારૂ મુંદરા-સુરત થઈ રાજ્યભરમાં સપ્લાય થતો હોવાનું ચર્ચાયુ હતુ. સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) એ જ્યારે પણ દરોડાપાડ્યા છે, ત્યારે ૧૦ થી ૧૫ કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે. રાપર જેવા વિસ્તારોમાંથી કરોડોનો ગાંજો અને 
પોષડોડા પકડાવવાની ઘટનાઓ પણ સામાન્ય બની છે. આટલા મોટા પાયે ગેરકાયદે 
પ્રવૃત્તિઓ ચાલતી હોય અને સ્થાનિક ખાખી અજાણ હોય, તે વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજી અને બંને જિલ્લાના એસપી (જીઁ) ખૂબ જ કડક અને કાયદાનિષ્ઠ છબી ધરાવે છે. છતાં પણ તેમના હાથ નીચે કામ કરતા અમુક તત્વો તેમને ગેરમાર્ગે દોરવામાં સફળ રહેતા હોય તેવું જણાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ૧આઈજીશ્રીએ અગાઉ ૧૫ જેટલા  કર્મચારીઓની યાદી બંને એસપીને સોંપી હતી અને તેમને મહત્વના પદ ન આપવાની કડક તાકીદ કરી હતી. આમ છતાં, આ તત્વો પૈસા અને રાજકીય જોરે ફરી-ફરીને પ્રાઈમ લોકેશન પર ગોઠવાઈ જવામાં સફળ રહે છે. કચ્છમાં જ્યાં સુધી આ ‘ફરી ગોઠવાઈ જવાની’ 
પરંપરા અટકશે નહીં અને ભ્રષ્ટ તત્વોને કાયમી ધોરણે રવાના કરવામાં નહીં આવે, ત્યાં સુધી બેનામી ધંધાઓ અટકાવવા અશક્ય છે. હવે સમય આવી ગયો છે કે આવા તત્વોની સુચી તૈયાર કરી તેમને કચ્છ બહાર જ તગેડી મુકવામાં આવે અને આવા તત્વો કે જેને જિલ્લા બહાર મુકી દેવાયા હોય તે પરત કચ્છમાં ન ગોઠવાઈ જાય તેની તકેદારી રાખવામ આવે તે વધારે મહત્વનું બની 
રહ્યું છે.


......................


વહીવટી તંત્ર અને ‘સિન્ડિકેટ’ સામે વેધક સવાલોનો મારો


ગાંધીધામ : આ અહેવાલના અંતે કેટલાક એવા પ્રશ્નો ઉભા થાય છે જેનો જવાબ મેળવવો અનિવાર્ય છેઃ 
૧ .બદલી છતાં પરત કેમ?ઃ જે તત્વોને તેમની શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે જિલ્લા બહાર ફેંકવામાં આવ્યા હતા, તેઓ ટૂંકા ગાળામાં કઈ ‘જાદુઈ લાકડી’ થી ફરી કચ્છમાં જ પરત ફરે છે? ર. જીસ્ઝ્ર કેમ સફળ, સ્થાનિક 
પોલીસ કેમ નિષ્ફળ?ઃ ગાંધીનગરથી આવતી જીસ્ઝ્ર ની ટીમ કરોડોનો દારૂ અને ડ્રગ્સ પકડી 
પાડે છે, તો તે જ વિસ્તારમાં ૨૪ કલાક ફરજ બજાવતી સ્થાનિક પોલીસને આ ધંધાઓની ગંધ કેમ નથી આવતી? ૩. આઈજીના આદેશની અવગણના કોના ઈશારે?ઃ જ્યારે સર્વોચ્ચ અધિકારીએ ૧૫ ભ્રષ્ટ તત્વોની યાદી આપી હોય, ત્યારે તેમને ફરીથી મહત્વના હોદ્દાઓ કોણ અને કેમ આપે છે? શું અહીં સિસ્ટમ કરતા સિન્ડિકેટ મોટી થઈ ગઈ છે? ૪. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ નથી? સરહદી જિલ્લામાં દારૂ અને નશાના કારોબારમાં સંડોવાયેલા આ તત્વો જો લાલચમાં આવી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે, તો તેની જવાબદારી કોની રહેશે? પ.પ્રામાણિક અધિકારીઓની મહેનત પર 
પાણી કેમ?ઃ ઉચ્ચ અધિકારીઓ જ્યારે જિલ્લાને ગુનામુક્ત કરવા મથામણ કરતા હોય, ત્યારે આ ગણ્યા-ગાંઠ્યા ભ્રષ્ટ તત્વોને કારણે આખી પોલીસ આલમની છબી કેમ ખરડાવા દેવામાં આવે છે?

Comments

COMMENT / REPLY FROM