Trending News
સ્થાનિક સમાચાર

ભુજ લોહાણા મહાજન દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવાઈ

26 February


ભુજ - કચ્છઉદય : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓના પ્રારંભ સાથે ભુજ શહેરમાં શિક્ષણનો એક ઉમંગમય માહોલ સર્જાયો હતો. જીવનના મહત્વપૂર્ણ મુકામે ઉભેલા વિદ્યાર્થીઓ માટે આ દિવસ એક નવા સંકલ્પ અને સપનાની શરૂઆત સમાન બન્યો હતો.
ભુજની વી.ડી. હાઈસ્કૂલ ખાતે અંદાજિત ૫૮૦ જેટલા પરીક્ષાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ અવસરે ભુજ લોહાણા મહાજન દ્વારા ભાવસભર આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. મહાજનના પ્રમુખ મુકેશભાઈ ચંદે, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, મહિલા મંડળ પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, તેજલબેન તન્ના, શાળાના આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કર, ધીરુભાઈ ઠક્કર, મીત પૂજારા, અંકિત રાયમંગીયા, હર્ષદભાઈ ઠક્કર (હકી), રશ્મિકાંત, નરેન્દ્રભાઇ ઠક્કર, રાજેશ માણેક, ધર્મેન્દ્ર ચંદે, ભુપેન્દ્રભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ પૂજારા, માયાબેન ઠક્કર, હીનાબેન ઠક્કર, હેતવી માણેક, યથાર્થ ઠક્કર અને વિવિધ સમિતિઓના હોદેદારોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તિલક કરી, કેડબરી અને સાકરથી મીઠું મોઢું કરાવી આશીર્વાદ આપ્યા અને ભેટરૂપે બોલપેન અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો કે, “હિંમત રાખો હૃદયમાં, વિશ્વાસ રાખો પરિશ્રમમાંં’, ‘લખશો આજે ઉત્તર પત્રમાં, કાલ લખાશે ઈતિહાસમાં’, ‘ડર નહીં, સંકલ્પ રાખો’, ‘મહેનતના દીપથી જ સફળતા પ્રકાશે જીવનમાં.” વિદ્યાર્થીઓને સમજાવાયું કે પરીક્ષા માત્ર ગુણ મેળવવાનો માપદંડ નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સંકલ્પનો ઉત્સવ છે. શાંત ચિત્તે, સકારાત્મક ભાવથી અને માતા-પિતાના આશીર્વાદ સાથે આપેલ પ્રયત્ન ચોક્કસ સફળતા તરફ દોરી જશે. સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમે વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો કર્યો હતો અને “શિક્ષણ સાથે સંસ્કાર”નો સંદેશ જીવંત બનાવ્યો હતો.
----------

Comments

COMMENT / REPLY FROM