માધાપરની મોડેલ સ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઈ
માધાપર - કચ્છઉદય : અહીંની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, માધાપર નવાવાસ ના સરપંચ વાલજીભાઈ ડાંગર, જુનાવાસ સરપંચ ગંગાબેન મહેશ્વરી, તાલુકા સદસ્ય તુષારીબેન વેકરીયા તેમજ એપીએમસીના ચેરમેન શંભુભાઈ જરૂએ કંકુ તિલક અને મીઠું મોઢું કરાવી શુભેચ્છા સાથે પ્રવેશ અપાવ્યો હતો. શાળાના આચાર્ય વર્ગ-૨ અધિકારી વિજયભાઈ કાલરીયાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા તેમજ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓએ અને વાલીગણે શાળાના શાંત અને સ્વચ્છ વાતાવરણની પ્રશંસા કરી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર અને ઈઆઈ શ્રી ગઢવીએ પણ મુલાકાત લઈ પરીક્ષા કાર્યને બિરદાવેલ હતું.
------

Comments