વર્ધમાનનગર જિનાલયની ૧૬મી વર્ષગાંઠ ઉજવાઇ
ભુજ - કચ્છઉદય : ભુજ નજીક જૈનોનાં વર્ધમાનનગર ખાતે વિમલનાથ પ્રભુજી જૈન જિનાલયની ૧૬મી વર્ષગાંઠ પ. પૂ. આ.ભ. યશોવિજયસૂરી, ગણિવર્ય રાજરત્નસાગરજી મ. સા. પ્રવર્તક મલયસાગરજી મ. સા., મુનિરાજ પ્રિયંકરસાગરજી મ. સા. આદિ શ્રમણ-શ્રમણીવૃંદ, મહાસતીજીઓ તથા ચર્તુવિધ સંઘની ઉપસ્થિતિમાં તપારાધનાંઓ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ હતી.
ત્રિ-દિવસીય મહોત્સવનો સંપૂર્ણ લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા હસ્તે અ.સૌ. ભક્તિબેન ચિંતલભાઇ વોરા પરિવારે લીધો હતો. સવારે અઢાર અભિષેક, સતરભેદી પૂજા બાદ શ્રી વિમલનાથ પ્રભુજીનાં જિનાલયનાં શ્વેત શિખરો ઉપર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ. મુખ્ય ધ્વજાનાં ચડાવાનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા જામનગર- વર્ધમાનનગર પરિવારે લીધો હતો. કુમારપાળ મહારાજની આરતીનો લાભ વર્ધમાનનગર ઓનર્સ એસોસીએશન અને જિનાલય ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ લીધો હતો. રાત્રિ ભાવનામાં છ વર્ષિય બાળા પૂન્યા રોહિતભાઇ ઝવેરીએ “જૈનમ જયતિ શાસનમ્” ધ્વજ સાથે નૃત્ય રજુ કરી સૌનાં દિલ જીતી લીધા હતા. વિશાળ જનમેદની વચ્ચે સ્ટેજ ઉપર જૈન ગીત સાથે નૃત્ય કરતાં તેને તાળીઓ સાથે વધાવી લેવામાં આવેલ. તેને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ.
આ અવસરે ત્રિદિવસીય મહોત્સવનાં મુખ્યદાતા અરવિંદભાઇ વોરા, ચિંતલભાઇ વોરા, ભક્તિબેન વોરા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઇ ખંડોલ, વર્ધમાનનગર સરપંચ રોનીત શાહ, વર્ધમાનનગર પ્રમુખ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, ઉપપ્રમુખ વર્ધીલાલ પારેખ, ધીરજભાઇ પારેખ, ચેતન સંઘવી, ભુજ અચલગચ્છ જૈન સંઘ પ્રમુખ મહેન્દ્રભાઇ ડી. શાહ, ભરતભાઇ બી. શાહ, તપગચ્છ જૈન સંઘના કીર્તીભાઇ શાહ, ખરતરગચ્છ જૈન સંઘના રજનીભાઇ પટવા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, હિરાચંદ છેડા, કેતન એચ. શાહ, કીરીટભાઇ શાહ, અતુલભાઇ શાહ, દિપક લાલન તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિમલનાથ પ્રભુજીની ૧૭મી ધ્વજારોહણનો લાભ માતુશ્રી મંજુલાબેન હરીલાલ શાહ વર્ધમાનનગર પરિવારે લીધેલ છે. રાત્રે ભાવનાં દરમ્યાન વર્ધમાન શ્વેતાંમ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા ૧૦૮ આંયબીલનાં તપસ્વીઓની અનુમોદના કરવામાં આવેલ. મહોત્સવના મુખ્ય દાતા તથા ધ્વજારોહણના દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. વર્ધમાનનગર મધ્યે તપગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને સંઘની આરાધના માટે દાતાશ્રી આત્માર્થી પરિવાર દ્વારા વિમલનાથ વૈયાવચ્ચ ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેને પૂ. આ. ભ. યશોવિજય સૂરીશ્વરજી મહારાજાએ પાવનકારી નિશ્રા આપેલ. પૂ. ગણિવર્ય રાજરત્નસાગરજી, પ્રવર્તક મલયસાગરજી આદિ મુનિભગવંતો, સાધ્વીજી ભગવંતો તથા મહાસતીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ ઉપસ્થિતિ આપી હતી.
-----

Comments