Trending News
સ્થાનિક સમાચાર

વર્ધમાનનગર ખાતે ધોરણ-૧૦ અને ૧૨નાં  વિદ્યાર્થી ભાઇ-બહેનોનાં ઘરેઘર જઇ શુભેચ્છાઓ પાઠવાઇ

26 February



ભુજ - કચ્છઉદય : ભુુજ નજીક જૈનોનાં વર્ધમાનનગર મધ્યે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઇ-બહેનોને બોર્ડની શરુ થતી પરીક્ષાનાં પ્રારંભે વર્ધમાનનગર ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ધમાનનગર મધ્યે ઘરેઘર જઇ મીઠું મોઢું કરાવી, શૈક્ષણિક કીટ અર્પણ કરી બોર્ડની પરીક્ષામાં તેઓશ્રી જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઇ હતી. વર્ધમાનનગર ઓનર્સ એસોસિએશન પ્રમુખ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, વીરેન સંઘવી, ભાવિન શાહ, જયેન્દ્ર શાહ, તુષાર જૈન, નીમેશ શાહ સહિત સર્વે ટ્રસ્ટીઓ જોડાયા હતા.
----

Comments

COMMENT / REPLY FROM