Trending News
સ્થાનિક સમાચાર

ડમ્પરમાં લખ્યું “ચકલા કોઈ દી’ બાજ ન બને” અને ખાણ ખનિજને  જોઈ ડ્રાઈવર રસ્તામાં જ માટી ફેંકી ઉભી પુછડીએ ભાગ્યો...

26 February



ગાંધીધામના રોટરી સર્કલથી ઓમ સિનેમા જતા માર્ગે બનેલી ઘટનાએ અનેકના જીવ તાળવે ચોટાડયા : માટી ભરેલા ડમ્પરનો અંજાર ખનિજ વિભાગે પીછો કર્યો ત્યારે એક ક્રેટા ગાડીએ વચ્ચે આવી ડમ્પરને ભગાડી જવામાં કરી મદદગારી

ગાંધીધામ - કચ્છઉદય : હાલમાં માર્ચ મહિનો આવી રહ્યો છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા ચેકીંગ વધારવામાં આવ્યું છે ત્યારે ગાંધીધામમાં પેટ્રોલીંગમાં રહેલી ખાણ ખનિજની ટીમને જોઈ ક્રેટા કારના ચાલકે અવરોધ ઉભો કરી ડમ્પરને ભગાડી જવામાં મદદ કરી હતી. ડમ્પરમાં પાછળ દેવાયત ખવડનો મર્દાનગી વાળો ડાયલોગ ચકલા કોઈ દી’ બાજ ન બને તે લખવામાં આવ્યો હતો. પરંતુ ખનિજ વિભાગને જોઈને ગાડી ખાલી કરી ડમ્પર ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર આરટીઓ કચેરીના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવેશકુમાર સાધુએ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટીમ સાથે વાહન ચેકીંગમાં હતા એ દરમ્યાન રોટરી સર્કલ પાસે રાતના ૧૧ વાગ્યાના અરસામાં ટાટા આઈવા ડમ્પર નિકળતા અંદાજે ત્રીસેક મેટ્રીક ટન માટી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. રોયલ્ટી ચોરીની શંકા જણાતા પીછો કરવામાં આવ્યો આ દરમ્યાન કાળા કલરની ક્રેટા ગાડી ડમ્પર અને ખનિજ વિભાગની ગાડી વચ્ચે આવી અવરોધ ઉભો કરી આ દરમ્યાન ડમ્પર ચાલક રસ્તામાં હાઈડોલીંગ કરી માટી ખાલી કરી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં  મુકી ડમ્પર લઈને ભાગી ગયો હતો. આ ડમ્પરમાં નંબર ભુસી નાખવામાં આવ્યા હતા. તેમજ પાછળ ગુજરાતીમાં આહિર અને ચકલા કોઈ દી બાજ ન બને તે લખામાં આવ્યું હતું. જે ક્રેટા ગાડી વચ્ચે આવી તેના નંબર જી.જે.૩૯ સીએ ૬૦પ૭ છે, તે ગાડી અંતરજાળનો શીવજીભાઈ લખુભાઈ બવા ચલાવતો હતો. આ ગાડીની પાછળ પણ અંગ્રેજીમાં આહીર લખવામાં આવ્યું હતું. ફરજમાં રૂંકાવટ કરી માટી રોડ પર ખાલી કરી ડમ્પર અને ક્રેટા ભગાડી દેવામાં આવતા બન્ને સામે અને તપાસમાં નિકળે તે સામે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM