Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો : હવે ૧ યુનિટમાંથી લીકર ચોરીની ઘટનાથી સનસની..!

26 February

આધોઈ સોપારીકાંડની તપાસ અડધીઅધુરી છે ત્યાં વધુ નવો ડાયનેમિકસ ખુલાસો



કંડલા સ્પેશયલ ઈકોનોમીક જોનના ૧ યુનિટમાં સુનીયોજીત કાવતરાના ભાગ રૂપે કેટલાક તત્વોએ લીકર ચોરી કર્યાની ઉઠી છે ચકચાર : યુનિટના ઉપર ભાગમાં છેદ કરી અને ચોરી કરી ગયા


યુનિટધારકે મૌખિક રજુઆતો કરેલી છે, લેખિત એફઆઈઆર કરવા માટે કહેલુ છે, જે બાદ જ આ ઘટના બાબતે વધુ સચોટ માહીતી આપી શકાશે : 
શ્રી ગોજિયા (પીઆઈશ્રી બી ડીવીઝન ગાંધીધામ)


આવી કોઈ વિગતો હજુ સુધી અમારા ધ્યાને આવી નથી : કાસેઝ પ્રશાસન


પોલીસે મુદામાલ સાથે ચોરતત્વો પૈકીનાઓને રાઉન્ડ અપ કર્યા હોવાની પણ છે ચર્ચા : ઝડપાયેલા શખ્સોની કડક પુછતાછ કરાશે તો ઘણુ બધુ બહાર આવી જશે

ખાટલે મોટી ખોટ : કાસેઝના યુનિટોમાં ખાનગી સિકયુરીટીની વ્યવસ્થાઓ મોટાભાગમાં રખાયેલી જ છે, લીકર જે યુનિટમાથી ચોરાયા છે ત્યાં કોની સિકયુરીટી તૈનાત હતી? આ યુનિટમાં સીસીટીવી કેમેરાઓ હતા કે નહી? કાસેજ પ્રશાસન દ્વારા ખાસ પરીપત્ર કરી અને તમામ યુનિટને સીસીટીવી કેમેરાઓ રાખવા ફરજીયાત આદેશ કરાયેલ હતો, જો સીસીટીવી કેમેરાની ચકાસણીઓ કરવામાં આવશે તો બધુ જ બહાર આવી જશે કે, સિકયુરીટીવાળા હતા કે નહી? હતા તો કયાં હતા? શું કરી રહ્યા હતા? : જો સીસીટીવી કેમેરા ન લગાવાયા હોય તો સબંધિ યુનિટ ધારકોની પણ અહી બની રહી છે લાપરવાહી?



ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા પોર્ટને અડીને આવેલા કાસેઝ એટલે કે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન જે ગુજરાતના તમામ સેઝનું ઝોનલ હેડકવાર્ટર છે ત્યાં પાછલા અમુક સમયથી સતત બની રહેલી એક પછી એક ગંભીર ઘટનાઓ અહીની સુરક્ષા વ્યવસ્થાઓમાં મોટા ગાબડા પડી રહ્યા હોય તેવી ચાડી ખાતા દર્શાવવા પામ રહ્યા છે.જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસેઝમાં આવતા ફોરેન મેડ લીકરની ચોરી બેથી ત્રણ દીવસ પહેલા એક યુનિટમાથી થઈ હોવાનુ સામે આવી રહ્યુ છે. જો આ વાત સાચી હોય તો ખુબજ ગંભીર કહી શકાય તેમ છે. બીજીતરફ આ બાબતે કાસેઝના સત્તાવાર સાધનોને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, કાસેજના કોઈ યુનિટમાથી લીકર ચોરી થયાની કોઈ ઘટના અમારા ધ્યાને હજુ સુધી આવવા પામી નથી. તો વળી ગાંધીધામ બી ડીવીજન પોલીસ મથકના પીઆઈ શ્રી ગોજીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી લીકર ચોરી સંદર્ભેની મૌખિક રજુઆત મળેલી હતી, પ્રાથમિક તપાસ તેના આધારે હાથ ધરી છે, ફરીયાદીને એફઆઈઆર કરવા માટે જણાવાયુ છે, ફરીયાદ નોધાય તે બાદ જ આ બાબતે વધારે સચોટતાથી વધુ માહીતીઓ આપી શકાય તેવુ શ્રી ગોજીયાએ જણાવ્યુ હતુ.જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે, કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં સલામતી વ્યવસ્થાઓને લઈને હવે ઘટનાક્રમો જે બની રહ્યા છે તેનાથી વિવીધ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કાસેઝના ઈન્ચાર્ઝ ડીસીશ્રી પાટીલે આ બાબતે રીવ્યુ-સમીક્ષાઓ કરવી જ ઘટે તેવી માંગ પણ ઉઠી 
રહી છે.


.................

કચ્છઉદયના અહેવાલને સુચક સમર્થન..!


કાસેઝમાં બોન્ડ ટુ બોન્ડ લીકર નિકાસનુ ભોપાળું કે,
 પછી ખરેખર ચોરી જ થઈ છે? યક્ષ સવાલ..


કચ્છઉદય દ્વારા કાસેઝમાથી બોન્ડ ટુ બોન્ડ લીકરમાં પણ પલટીપ્રથા નથી થઈ રહીને? તેવો સુચક ગર્ભિત ઈશારો તા. ર૩/ર/ર૬ના રોજ વિગતવાર કરેલો હતો જે બાદ ઝોનના એક યુનિટમાથી ફોરેન મેડ લીકરની ચોરીન ફરીયાદ થઈ રહી હોવાની વિગતો સુચક બની રહી છે. સવાલ હવે એ થાય છે કે ચોરી જ થઈ છે કે પછી લીકર બોન્ડ ટુ બોન્ડ કે અન્ય કોઈ રીતે બહાર પગ કરી રહ્યુ હતુ, ઝડપાઈ ગયુ છે અને હવે ચોરીની ફરીયાદથી મામલો થાડે પાડવામાં આવી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM