અંજાર નગરપાલિકામાં સ્ટ્રીટલાઈટ ખરીદીમાં મોટું કૌભાંડ? : પ૦૦ થી ૬૦૦ની લાઈટ ૧૮૦૦માં ખરીદાતા ખળભળાટી!
હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી..! : અહીં કેટલું સાર્થક?
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કાર્પોરેશન(જીપીએમસી) એકટ મુજબ કમિશ્નર તિજોરીના રક્ષક છે, જો કોઈ પણ ખરીદીમાં જાણી જોઈને ઉંચા ભાવ ચુકવીને કાર્પોરેશનેને નુકસાન પહોચાડવામા આવે તો ડયુટી ઓફ કેર(કાળજી રાખવાની ફરજ)નો ભંગ ગણાય છે : આરસીએમએ પણ આવી ઘટનાઓની ગંભીરતાઓ સમજવી જોઈએ
સરકારી તિજોરી પર સીધો જ મોટો આર્થિક ધુમ્બો, કોની બેદરકારી? પ્રજાના ટેક્ષના પૈસાનું આંધણ કોના ઈશારે? તરેહ તરેહના ઉઠતા સવાલો
નિયમાનુસાર સરકારી પોર્ટલ પરથી જ ખરીદી કરાઈ છે, બાકીના આક્ષેપો પાયાવિહોણા છે : શ્રી વૈભવભાઈ કોડરાણી
(પ્રમુખ અંજાર નગરપાલિકા) : મીટીંગમાં વ્યસ્ત રહું છું, વાત નહીં થઈ શકે : શ્રી તુષાર ઝાલરીયા(ઈન્ચાર્ઝ સીઈઓ-અંજાર નગરપાલિકા)
ખાટલે મોટ ખોટ : સરકારે ભ્રષ્ટાચાર રોકવા અને પારદર્શિતા લાવવા માટે જીઈએમ(જેમ)પોર્ટલ જેવી વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ અંજારનો આ કિસ્સો સુચવે છે કે ઈરાદા સાફ ન હોય તો ડીજિટલ પ્લેટફોર્મ પર પણ કૌભાંડ આચરી જ શકાય છે : વિપક્ષનું કામ તંત્રની ભુલો પકડવાનું અને પ્રજાનો અવાજ ઉઠાવવાનુ છે, અહી નિષ્ક્રીયતા કે પછી મીલીભગત? શું વિપક્ષ આ મામલે આસીએમ(રીઝનલ કમિશ્નરશ્રી મ્યુનિસીપલ કાર્પોરેશન રાજકોટ)ને અથવા તો એસીબીમાં ફરીયાદ દાખલ કરવાની હિમંત પ્રજા હિતમાં દેખાડશે ખરૂ?
ગાંધીધામ : અંજર નગરપાલિકાનો વહીવટ અમુક બની બેઠેલાઓ થકી ફરીથી વિવાદના વમળોમાં ઘેરાતો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. શહેરોમાં અજવાળુ પાથરવા માટે ખરીદામા આવેલી ર૪ વોલ્ટની એલઈડી સ્ટ્રીટ લાઈટોમાં મોટાપાયે ઓવર વેલ્યુએશનનું એક સિન્ડીકેટ રચી અને સુનિયોજીત કૌભાંડ આચરાવામા આવ્યુ હોવાની ચર્ચા સંકુલમાં આંતરીક રીતે ગણગણાટ સર્જી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, જીઈએમ પોર્ટલ પરથી થયેલી આ ખરીદીમા બજારભાવ કરતા ત્રણ ગણા વધુ ભાવ ચુકવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. નગરપાલીકા દ્વાર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવા માટે ર૪ વોલછ્ટની ૧૦૦૦ નંગ એલઈડી લાઈટોની ખરીદી કરવામા આવી છે. આ ખરીદીમાં એક લાઈટની કિમંત ૧૮૦૦ દર્શાવવામા આવી હોવાનુ મનાય છે. નવાઈની વાત એ છે કે આ લાઈટોનો મોટો જથ્થો અત્યારે પાલિકામાં આવી પણ ગયો છે અને લગાવવાની કામગીરી પણ શરૂ થવાની તૈયારીઓ આદરાઈ રહી છે. બજારભાવ અને પાલિકાના ભાવ વચ્ચે કેમ આટલો મોટો તફાવત? તેવા સવાલો પણ પ્રબુદ્ધલોકો કરી રહ્યા છે.
ટેકનિકલ જાણકારોના મતે ર૪ વોલ્ટની સારી બ્રાન્ડેડ એલઈડી લાઈટ માર્કટમાંપ૦૦થી ૬પ૦ની આસપાસમાં વોરંટી સાથે મળી રહી છે. તો પછી આટલી બધી મોઘી લાઈટોનો ઓર્ડર કેમ આપી દીધો? કોણે આપ્યો? કોના કહેવાથી અપાયો? કેવા હેતુસર આપવામા આવ્યો છે? જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે નગરપાલિકાએ આ લાઈટો ૧૮૦૦મા ખરીદી હોય તો ૧૦૦૦ લાઈટ દીઠ સીધો જ દસથી બાર લાખ રૂપીયાનો મોટો ફટકો સરકારી તિજારેને પડી રહ્યો છે. સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્ષના પૈસાથી જ નગરપાલિકાઓને ગ્રાન્ટ અને રકમની ફાળવણી થતી હોય છે એટલે આ તો પ્રજાના ટેક્ષના પૈસાનું બીજી રીતે સીધુ આંધણ જ થયુ કહેવાય? જે લાઈટો ચાર લાખમાં બ્રાન્ડેડ કંપનીની અને વોરંટી સાથેની જ મળી જતી હોય તેના માટે ૧ર લાખની ચુકવણી થાય તો એ પ્રજાના પરેસેવાની કમાણીની લુંટ સિવાય બીજું કંઈ જ નથી? તેમ શા માટે ન કહેવાય..? આ બાબતે અંજાર નગરપાલીકાના શાસકો તથા વહીવટીતંત્ર સામે હવે આંગળીઓ ચીંધાઈ રહી છે. જો આ ખરીદીમાં ખરેખર ગેરરીતીઓ થઈ હોય તો તેના બીલોની ચુકવણી અટકાવી અને જવાબદારો સામે. કડક પગલા ભરવા જોઈએ તેવી લોકભાંગ ઉઠવા પામી રહી છે.
આ વિષય સંદર્ભે અંજાર નગરપાલીકાના ઈન્ચાર્ઝ સીઈઓ શ્રી તુષાર ઝાલરીયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેઓ સતત અન્ય કોઈ મીટીંગોમાં રોકાયેલા હોવાથી વાત કરવા અસમર્થતા વ્યકત કરતા વિફળ નીવડયો હતો. જયારે નગરપાલીકાના પ્રમુખશ્રી વૈભવભાઈએ કહ્યુ હતુ કે, સરકારી નીતી નિયમો અનુસાર જ સટ્રીટલાઈટસની ખરીદી કરાઈ છે, કંઈ જ ખોટુ કરવામા અવ્યુ નથી, સરકારી પોર્ટલ પરથી ધોરણસરની પ્રક્રીયાઓ કરી અને બાદમાં જ આ લાઈટના સપ્લાયનુ કામ અપાયુ છે. બીજીતરફ જાણકારવર્ગ સ્પષ્ટ માંગ કરી રહ્યો છે કે, શહેરના વિકાસના નામે થતી આવી લુંટ અટકવી જોઈએ, જો અત્યારે આ નાના પાયે થતા ભ્રષ્ટાચારને રોકવામાં નહી આવે તો આવનાર સમયમાં મોટા પ્રોજેકટસમા પણ પ્રજાના પૈસાનુ ધોવાણ નિશ્ચિત છે. તંત્રએ યાદ રાખવુ જોઈએ કે તે પ્રજાનો સેવક છે માલીક નહી. અંજાર નગરપાલીકાના ઈન્ચાર્જ સીઈઓ કે જે અઠવાડીયામાં સમ ખાવા પુરતા એક જ દીવસ અંજાર ડોકાય છે તેઓ અને નગરપાલિકાના પદાધિકારીઓ આ ઘટના બાબતે મૌન તોડે તે જરૂરી બની રહ્યુ છે.
..........................
સીધા જ સવાલો ઈન્ચાર્ઝ મુખ્ય કારોબારી અધિકારીને..!
૧. મુખ્ય કારોબારી અધિકારી તરીકે નાણાકીય વ્યહવારોની સંપૂર્ણ જવાબદારી સીઈઓની હોય છે, ખરીદી પહેલા ટેકનીકલ ટીમ પાસેથી વેરીફીકેશન તેમણે કેમ ન કરાવ્યું? જો જીએમ પોર્ટલ પર ઉંચા ભાવ ભરાયા હતા તો રી-ટેન્ડરીંગ અથવા ભાવ ઘટાડવા માટે નેગોશિશેન કરવાની સત્તા હોવા છતા કેમ ન કરાયું?
૨.જાગૃત નગરસેવકે લેખિતમાં વાંધો નોંધાવ્યો હોવા છતા બીલો પાસ કરવાની પ્રક્રીયા ગતિમાં કેમ છે?સીઈઓ કેમ અટકાવી નહી કે અટકાવતા નથી? ૩.ગુણવત્તાની ખાતરી સીઈઓએ શું કરી? ૧૮૦૦ જેવા ઉંચા ભાવ ચુકવતી વખત શું લાઈટની લ્યુમેન્સ, આઈપી રેટીંગ, વોરન્ટી બ્રાન્ડેડ અન્ય કંપઅીઓ કરતા ચઢીયાતી છે તેની ખાતરી કરવામાં આવી છે?
.........................
અંજારવાસીઓ દ્વારા જવાબદારો સામે તીખા સવાલો? કોણ આપશે જવાબ?
૧. વેરિફીકેશનનો અભાવઃ જીએમ પોર્ટલ પર સપ્લાયે ઉંચા ભાવ આપ્યા તે જવાબદાર અધિકારીઓ બજારભાવ સાથે તેની સરખામણી કેમ ન કરી? સપ્લાયથી આટલા ઉંચા ભાવ આપવા પાછળનુ કલેરીફીકેશન કેમ ન મેળવાયુ? હકીકતમાં ખરીદાયેલી લાઈટસના બજારભાવ શુ છે? તેની કેમ ચકાસણીઓ ન કરાઈ? ર. છાની ગોઠવણીની આશંકા : શું સપ્લાયર અને પાલીકાના સત્તાધીશો વચ્ચે કોઈ અંદરખાતે સેટીંગ કરવામા આવ્યુ છે કે કેમ? ૩. જાગૃત નાગરીકનો વિરોધ : લાઈટની ખરીદીમાં કઈક ખોટુ થયુ છે જેની તપાસ થવી જોઈએ તેમ જાગૃત પ્રતિનિધિએ લેખિતમાં પણ તંત્રને ફરીયાદ આપી છે, છતા પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી થતી જોવાઈ નથી ત્યારે સવાલ ઉઠયો છે કે, શહેરના જાગૃત પ્રતિનિધિઓ લેખિતમાં વાંધો નોધાવ્યો હોવા છતા પેમેન્ટની પ્રક્રીયા કેમ રોકવામાં આવી નથી? ૪. જવાબદારી કોની? ચીફ ઓફીસર અને કારોબારી ચેરમેનશ્રી, પ્રમુખશ્રી સહિતનાઓ આ બાબતે અજાણ છે કે કેમ? શું તેઓ આ તપાસ કરાવશે ખરા? પ. શું નગરપાલીકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બજારના પ્રવર્તમાન ભાવોથી અજાણ હતા? - જો પોર્ટલ પર ઉંચા ભાવ મુકાયા હોય તો શું વેરીફીકેશન કરવાની તંત્રની નૈતિક ફરજ ન હોતી? ૬. જાગૃત નગરસેવક દ્વારા લેખિત વાંધો નોંધાવ્યો હોવા છતા આ લાઈટો સ્વીકારી લેવાની ઉતાવળ પાછળનું રહસ્ય શું? ૭. માત્ર સરકારી પ્રક્રીયા પુરી કરી દેવાથી ભ્રષ્ટાચાર ધોવાઈ જતો નથી. જે ચારથી પાંચ લાખમાં થતુ કામ છે તે બાર લાખમાં કરવામા આવશે તો બાકીના આઠ લાખ રૂપીયા કોના ખીસ્સામાં જશે?
.........................
ટેક્ષપેયરોનો પ્રમુખશ્રી ને પ્રશ્નોનો મારો?
નાણાકીય ખર્ચ-મંજુરીઓ કારોબારી સમિતીના કાર્યક્ષેત્રમાં આવે છે.! કારોબારી ચેરમેનશ્રી પાસે પણ જનતા રાખે છે જવાબની આશા
૧. શહેરના પ્રથમ નાગરીક તરીકે પ્રજાના ટેક્ષના પૈસાની રખેવાળી કરવાની જવાબદારી ન.પા. પ્રમુખશ્રીની છે. પ્રજા પ્રત્યે ઉતરદાયિત્વ. શહેરની જનતાના પરસેવાના ૭થી આઠ લાખ વધારાના ચુકવાઈ રહ્યા છે. ત્યારે પ્રમુખ તરીકે આપનુ મૌન શું સુચવે છે? ર. નિષ્પક્ષ તપાસ : શું આપ આ પ્રકરણનીતટસ્થ તપાસ માટે કોઈ કમીટીની રચના કરશો કે પછી બધુ બરાબર છે. કહીને મામલો થાડે પાડશો? ૩. નીતી વિષયક નિર્ણય : શું પ્રમુખ તરીકે આપે આટલા ઉંચા ભાવે ખરીદી કરવાની મંજુરી આપી છે? જો હા તો કયા કારણોસર?

Comments