Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ર૬મી ફેબ્રુઆરીથી હિલ ગાર્ડન ખાતે ફ્લાવર્સ શોનું આયોજન

25 February



ભુજ - કચ્છઉદય :કચ્છની અને ખાસ કરીને ભુજની કલાપ્રિય જનતા માટે આર્ટીફિશિયલ ફ્લાવર્સનું ભુજમાં એક નવું નજરાણું સૌ પ્રથમવાર હિલ ગાર્ડનમાં તા.૨૬/૨થી શરૂ થઈ રહ્યું છે જેનું ઉદ્દાટન તા.ર૬-રના સાંજે ૫ વાગે કરવામાં આવશે. રોટરી ક્લબ અને પાન હેલ્થ વાળા લીટલ એન્જલના સહયોગથી આયોજન કરાયું છે. આ ફલાવર્સ શો તા.૨૯/૩ સુધી હિલગાર્ડન ખાતે ચાલશે. દરરોજ સાંજે ૪થી રાત્રિના ૧૧વાગ્યા સુધી હિલ ગાર્ડન ફ્લાવર શો ચાલશે. કચ્છમાં પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં અ વા નવા ફૂલો પણ નિહાળવા મળશે. આમ કચ્છની જનતામાં ફલાવર શો કચ્છમાં પ્રથમ વખત આવ્યો છે. ફલાવર એક્સપિરિયન્સ આવી રહ્યું છે, જેમાં લજામણી પાર્કનો નજારો કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડન જેવી અનુભૂતિ થશે તો તારીખ ૨૬-૨થી દરરોજ સાંજે ૪ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી હિલગાર્ડન ખાતે આ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
---

Comments

COMMENT / REPLY FROM