Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા તાલુકા યુવક કોંગ્રેસની કારોબારી સમિતિના હોદ્દેેદારો વરાયા 

25 February


ભુજ - કચ્છઉદય : ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદય ભાનુ ચીબ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ સિંહ વણોલના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા યુવક કોંગ્રેસની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ રાજદીપ દેવઘરના આદેશ અનુસાર અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમ જે. રાયમા દ્વારા વિવિધ પદો પર નિમણૂંક કરાઈ છે. જેમાં ઉપપ્રમુખ તરીકે કિરીટસિંહ વિક્રમસિંહ જાડેજા, પીર મહંમદ અસલામછાભાઈ, કાનાભાઈ આશાભાઈ રબારી અને મહેન્દ્રભાઈ દેવજીભાઈ બળિયાની પસંદગી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે હરેશભાઈ માયાભાઈ પરગડુ, હમિદ હાસમભાઈ મંધરા અને રામદેવસિંહ અજીતસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ છે, જ્યારે પ્રવક્તા તરીકે અભુભખર મુબારકભાઈ જતની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સહ-મંત્રી તરીકે ઈકબાલ ઈલિયાસ મંધરા અને મંત્રી તરીકે ભરતસિંહ સુજાજી સોઢા, અઝીમ મામદભાઈ ખલીફા, પરેશ લખમીરભાઈ રબારી તથા ઇમરાન અબ્દુલ સુમરાનો સમાવેશ કરાયો છે. 
-------- 

Comments

COMMENT / REPLY FROM